SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લલિતમુનિવૃત સં. ૧૯૯૯ (રાગ–ભારતકા ડંકા આલમમે) સંભવજિન પ્રતિમા શોભે છે, ભવિજનના મનડા મોહે છે; મહાવીર પ્રભુ સુખકારી છે, ભવિજનના દુઃખડી હારી છે. સં - ૧ નેમ ચંદ્ર પ્રભુ જોડી સરખી, નીરખ મનમેં હરખી હરખી; બે બાજુ પાસજી શામળીઆ પૂરવના પુણ્યથી મખીયા. સં. ૨. બીજા પણ પ્રભુ શેભે સારા, બે બાજુ ગોખે પ્રભુ પ્યારા; ભવિજનના મનમાં વસનારા, નિજ આત્મરણમાં રમનારા. સં૦ ૩. ઉપર ચઉમુખજી છે સારા, મુખડા જાણે અમૃતધારા; શિખરો ઊંચા છે શોભનીયા, દેખતા મનડા લોભનીયા. સં. ૪ જાણે દેવવિમાન આવ્યું છે, વરતેજમાં તે પધરાવ્યું છે; ઘંટારવ ધણણણ વાજે છે, તેને નાદ ગગનમાં ગાજે છે. સં૦ ૫. ત્યાં રંગી દવાઓ ફરકે છે, જાત્રાળુ દિલમાં હરખે છે; સંઘ મંડળી મળી આવે છે, પૂજા વિવિધ ભણાવે છે. સં. ૬ વાજીંત્રો સુંદર લાગે છે, સહુ સંઘના મનડા જાગે છે; દિન દિન ચડતીમાં આવે છે, મંડળ વિજયવીર ગાવે છે. સં. ૭ ઓગણીસે નવાણું ચૈતરમાં, સુદિ સાતમથી પૂનમમાં; નવપદ આરાધ્યા સુખદાયી, વરતેજમાં જય જય વરતાયી. સ. ૮ સિદ્ધાચળ સન્મુખ દેખાયે, ભવિ દશન થાતાં ખુશ થાય; ધરી ક્ષાંતિ હૃદયમાં ધ્યાવે છે, કરી યાદ લલિત ગુણગાવે છે. સં ૦ ૯ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy