________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૫) નથી, એટલે કારણ ભૂત નથી. આત્મ સ્વરૂપનું પ્રત્યક્ષ જાણ પણું એ ત્રણથી થતું નથી. પણ પ્રત્યક્ષ પણે એવા શુદ્ધ સચ્ચિદાનંદમય આત્મ સ્વરૂપને અનુભવ જ્ઞાન જણાવે છે, દેખાડે છે. અહીં તેને અપૂર્વ મહિમા શી રીતે વર્ણન કરી શકાય. ખરેખર અનુભવ જ્ઞાન તે કેવળ જ્ઞાનને નાનો ભાઈ છે.
વળી તે અનુભવ જ્ઞાનનો મહિમા દર્શાવતા છતા કહે છે કે અલખ એટલે જેનું સ્વરૂપ લક્ષ્યમાં આવે નહીં એવું અને ઈદ્રિયેથી અગેચર એવું જે આત્મસ્વરૂપ તેના સત્ય રહસ્યને ભેદ કેણ કહી-જાણી શકે. અર્થાત્ અનુભવ જ્ઞાન વિના આત્મસ્વરૂપનું યથાર્થ રહસ્ય જાણવા તથા કહેવા કઈ રામર્થ નથી. સમ્યમ્ અનુભવ જ્ઞાન વિના ઉપરથી આમસ્વરૂપ જાણવું તથા તેનું કથન કરવું હિસાબમાં નથી. સહજ સ્વભાવે વિશેષ શુદ્ધ જે અનુભવજ્ઞાન આત્માનું પ્રગટયું, અને એવા શુદ્ધ અનુભવ જ્ઞાનથી અનુભવજ્ઞાની સહજ વિશુદ્ધ આત્મ સ્વરૂપને યથાર્થ જાણું તથા કહી શકે છે. માટે તે યથાથી શુદ્ધ અનુભવજ્ઞાન પ્રગટવાને વાતે સૂત્ર શાસ્ત્રનું ભણવું ગણવું છે, તે થકી એટલે શાસ્ત્ર થકી શુદ્ધ અનુભવજ્ઞાન જે ન પ્રગટ થયું તે સઘળાં શાસ ખેદ તુલ્ય સમજવાં. કારણકે સઘળાં શાસ્ત્ર આત્માને અનુભવ થવામાં કારણ છે. અને શુદ્ધ અનુભવજ્ઞાન કાર્ય છે, કારણ
For Private And Personal Use Only