________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) આત્મા એ પાતાળ કૂવે છે, અને તેમાંથી સુખ રૂપ જળ પ્રાપ્ત કરવાને જેઓ અંતર પ્રયત્ન સેવે છે, તેમને સુખ અનંત મળે છે, આભાનું સત્ય સુખ કદાપિ નષ્ટ થવાનું નથી.
આ કથાનું તાત્પર્ય શું છે? એજ કે આત્મસ્વરૂપ પ્રતિ અભિમુખતા સાધવી-આત્મસ્વરૂપમાં સંલગ્ન થવું. વૃત્તિની એકાગ્રતા પૂર્વક આત્મધ્યાન કરવું. એ સર્વ પ્રકારના પ્રયત્નોમાં શ્રેષ્ઠ પ્રયત્ન છે. એ સિધાંત સત્ય ભાસતે હોય તે એ સિદ્ધાંત સ્વીકારો. અબ્ધ શ્રદ્ધાથી સ્વીકારનું નથી. પરંતુ ન્યાયપુર સર વિચાર કરીને તે સિદ્ધાંત સ્વીકારે. યથાર્થ સ્વીકારવાની તથા યથાર્થ શ્રદ્ધાની જ પ્રથમ આવશ્યકતા છે. તમે સંકલ્પ વિકલ્પ દૂર કરો. વિચાર ઓછા કરે તે આ આત્મ પ્રતિ અભિમુખતા સાધે. આર્તધ્યાન અને રદ્રધ્યાનના સંકલ્પ વિકલ્પથીજ અનેક પ્રકારના શરીરની રચના થાય છે. પરભાવસંકલ્પ વિકલ૫ એજ ગતિ આ ગતિનો હેતુ છે. કીડીયારાની પિઠે તમારા મનમાં ખરાબ ઉભરાવા દે નહિ. કોઈ પણ વસ્તુ સંબંધી ચિન્તાના વિચાર કરે નહિ. ચિંતાના વિ. ચાર એ ઉપેહી સમાન છે. જેમ ઉપેહિ જેને વળગી તેને નાશ કરે છે તેમ ચિન્તાના વિચારો જેને લાગ્યા તેને નાશ કરે છે. માટે તમે ખરાબ વિચારને મનમાં
For Private And Personal Use Only