________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬) તમે શ્રદ્ધાપૂર્વક માને છે તેની ખાતરી શી? જો તમે માનતાજ હો કે શરીરમાંજ પરમાત્મા છે તે ત્યાં તમે તેને શોધો. પણ તમે ત્યાં નથી શોધતા એ શું દર્શાવે છે? એ જ કે તમને શરીરમાં વ્યાપી રહેલા અસંખ્ય પ્રદેશી પરમાત્મા સત્તાએ છે તેની ખાતરી નથી, ખાતરી થઈ હોય તે પણ તમને અગત્ય જણાઈ નથી. કૂવામાં જળ છે એવું જાણતાં છતાં તૃષાતુર મનુષ્ય કૂવામાંથી જળ કાઢવાને પ્રયાન ન કરે તે શું સમજવું? એજ કે તેને હજી તરસ બરાબર લાગી નથી. અથવા આળસુને એદી છે. તેમ તમે પણ શરીરમાં પરમેશ્વર છતાં તેની ખાતરી કરી તમે તેનું સમરણ કરતા નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે તમારે તેની જરૂર નથી. અથવા તમે આળસુના એદી છે. આત્મા એ શું છે? સર્વ સુખનું નિધાન છે, સમગ્ર કલ્યાણ ભંડાર છે. સમગ્ર શક્તિને મહોદધિ છે કેવલ્ય જ્ઞાનનો નિધિ છે. સુખ, એશ્વર્ય, કલ્યાણને તો તમે રાત્રી દીવસ ઈચ્છો છે એ પ્રાપ્ત કરવા તે તમે રાત્રી દિવસ મરી મટે છે. એ પ્રાપ્ત કરવા માટે રાત્રી કે દીવસ તમે જોતા નથી. તડકા કે તાઢ, ભૂખ કે તરસ તમે જોતા નથી. અને તે સુખ કલ્યાણ મેળવવા જન્મથી તે મરણ પર્યત અપાર પ્રયત્ન કરે છે. ગમે તેવા ભયંકર સ્થળમાં કે દેશાંતર જવું હોય તે સુખને માટે તમે જાઓ છે, મરણને ભય પણ ગણતા
For Private And Personal Use Only