________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) બહાર જવાતું નથી. અને કૂવામાંને કૂવામાં જ તેને રમણ કરવું પડે છે. તેમ તમારી વૃત્તિને લક્ષેલા આંતરસ્થાનમાંજ મણ કરાવજો એ સર્વ પ્રકારના સમર્થ પ્રયાસથી અભ્યાસ પાડજે. અને આ પ્રમાણે શરીરના કોઈપણ આતર પ્રદેશમાં એકજ અગ્ર ઉપર તમારી વૃત્તિને ત્રણ કલાક સ્થિર રહેવાનો અભ્યાસ સિદ્ધ થતાં આગળ શું કરવું તે તમને યોગ્યતા પ્રમાણે મુખે મુખ કહેવામાં આ વશે. કારણ કે તે ઉપરને અભ્યાસ બીજી ભૂમિકાને છે. તેના લાયક જીવને તે ભૂમિકામાં પ્રવેશ કરાવવામાં આવે છે યેગના થયા વિના દ્વિતીય ભૂમિકામાં પ્રવેશ કરાવવામાં આવતા નથી કારણ કે અવ્ય ને પરિક્ષા કર્યા વિના તત્ત્વ આપવાથી ગુરૂને બહુ જોખમ વેઠવું પડે છે અને શિષ્યને વિદ્યા સફલ થતી નથી. પુસ્તકે તે એક દિશિ દેખાડનાર છે પણ તત્ત્વજ્ઞાનનાં ખરું રહસ્ય તે ગુરુગમતાથી જ પ્રાપ્ત કરી શકાય છે.
આ પ્રમાણે તત્ત્વ સાધકે–તમે ત્રણ કલાક આન્તર ત્રાટક સિદ્ધ કરો. એટલે તમે મહાશક્તિ સંપાદન કરી છે એમ સમજજો. તમે આ અભ્યાસ કરતાં આત્મ શ્રદ્ધા રાખજે ગમે તેવા નાસ્તિકના પ્રસંગમાં આવે તે પણ તમારૂ સાથ બિંદુ ચુકશે નહીં, તમોને આ બાબતનું જ્ઞાન આપ્યું. બીજા પણ આત્મજ્ઞાનનાં પુસ્તક વાંચ્યાં
For Private And Personal Use Only