________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩). રીસાતા નથી. સમતાના સંગે જે આનંદ ચેતનને મળે છે, તેનું વર્ણન કદાપી કાળે થઈ શકનાર નથી. સમતા છે તે શુદ્ધ આત્મ પરિણતિ છે સમતાની પ્રાપ્તિ થતાં, મુક્તિ કરતલમાં છે, એમ જાણવું. પરમાત્મપદની પ્રાપ્તિ તેજ સમતાનું કાર્ય છે આત્મારૂપ પ્રભુ અનાદિ કાળથી રીસાઈ ગયો છે, અને તે અસંખ્ય પ્રદેશ રમણરૂપ પિતાના ઘરમાં આવતો નથી. સમતારૂપ સ્ત્રીનામાં એવી શક્તિ છે કે તે ક્ષણમાં પિતાના આત્મારૂપ સ્વામીને મનાવી, પિતાના ઘરમાં લાવે છે જ્યાં સુધી મનમાં જ્ઞાન વૈરાગ્ય પ્રગટ નથી, ત્યાં સુધી સમતા પ્રગટતી નથી; જ્ઞાનથી તત્વ સ્વરૂપનો વિવેક પ્રગટ થાય છે, અને તત્ત્વસ્વરૂપના વિવેકથી વરાગ્ય પ્રગટ થાય છે; અને વૈરાગ્ય પ્રગટયાથી રાગદ્વેષથી નિવૃતિ થાય છે. ક્ષણે ક્ષણે વૈરાગ્યને ધારણ કરનાર આત્મા સ્વસ્વરૂપ પ્રતિ અંદર દ્રષ્ટિથી જુએ છે, અને આદયીક ભાવને જે ભેગ તેને ભગવતે છતો પણ અંતરથી રેગ કરી જાણે છે. વળી ભેદજ્ઞાનથી આદયીક ભાવને ભગવતે છતે પણ સંવર ભાવમાં રમણતાથી નવીન કર્મ ગ્રહણ કરતા નથી. વળી ઉપશમભાવ, તથા પશમભાવ, તથા ક્ષાયીક ભાવથી પ્રગટ થતા જે આત્માના ગુણે તેમાં રમે છે. બાહ્ય જગતને વિલોકીને, તેમાં સ્વસ્વરૂપ ભૂવી પરિણમી જ નથી. વળી આત્માનુભવ કરતે છતે, આનંદમાં આયુષ્ય વ્યતીત કરે
For Private And Personal Use Only