________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬) जिहां बुद्धि थिर पुरुषको तहँ रुचि तहँ मन लीन ॥ आतममति आतमरुचि कही कोन आधीन ॥ ८ ॥
વિવેચનઃ—જ્યાં મનુષ્યની બુદ્ધિ સ્થિરપણે લાગે છે, ત્યાં તેની રૂચિ પણ લાગે છે ત્યાંજ શ્રદ્ધાવાળું ચિત્ત થાય છે, અને ત્યાં ચિત્ત લય પામે છે. જેને આત્માના વિષયમાં મતિ લાગી છે, તો તેને આત્મામાંજ રૂચિ લાગે છે, આત્મામાં ચેન પડે છે અને તેનું મન એક આત્મવિષયમાં જ લય પામે છે. અને આત્મામાં ચિત્ત લય પામ્યું છે એ પુરૂષ કોઈના આધીન વર્તતે નથી. અથવા તેવી રૂચિ આત્મા વિના બીજા કોના આધીન છે ? અર્થાત કે ઈના આધીન નથી. તે પુરૂષ અન્તરથી જોતાં સ્વતંત્રપણે વર્તે છે. રાગ દ્વેષ પરપરિણતિને આધિન તે થતું નથી. અને સ્વપરિણતિમાં રમવાથી પિતાની રૂદ્ધિને પોતે ભક્તા થયે. અને ષકારક પિતાના આત્મામાં સવળાં પરિણમ્યાં; ત્યારે ત્રણ જગમાં તે આત્મા પૂજ્યતાને પામે. આઠ કર્મ રૂપ પિંજરથી આત્મા છુટે થાય, અને અખંડ સુખ ભેગવે, માટે ભવ્ય એ આત્મામાં જ મતિ ધારણ કરવી. અને આમામાંજ રૂચિ ધારણ કરવી. પિતાની રૂદ્ધિ પિતાની પાસે છે. બહિરામ બુદ્ધિથી કયાં આડા અવળા ભટકો છે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પણ ઘટમાં છે. તે સંબંધી શ્રી ઉપાધ્યાયજી કહે છે કે –
For Private And Personal Use Only