________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) તા કરે છે. મેહમાયામાં મુંઝાય છે અને બહુ ભય પામે છે, અને તેને પરભવમાં પણ દુખ ભોગવવા પડે છે ત્યારે જેને આત્મામાંજ આત્મબુદ્ધિ છે તે મરણ સમીપ આવતાં શુંકરે છે તે કહે છે.
आत्मन्येवात्मधीरन्यां शरीरगतिमात्मनः ।। मन्यते निर्भयं त्यक्त्वा वस्त्रं वस्त्रान्तरग्रहम् ।। ७७ ॥
અર્થ –આત્મામાંજ આત્મબુદ્ધિવાળો શરીર ગતિને નિર્ભય રહી ભિન્ન જુએ છે. જેમ એક વસ્ત્ર ત્યજી બીજું વસ્ત્ર ગ્રહણ કરે તેમ.
વિવેચન –આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અત્તરાત્મા શરીરગતિ એટલે શરીર પરિણતિ અથવા શરીરવિનાશ અથવા બાલ્યાવસ્થા તેને આત્માથકી ભિન્ન માને છે. અને જાણે છે કે શરીરનાં ઉત્પાદ વિનાશાદિથી આત્માને કંઈ નથી, હર્ષ શેક ધારણ કરતું નથી. આવું જ્ઞાન તેને જ થાય છે કે જે વ્યવહારમાં અનાદર રાખે છે, પણ જે વ્યવહારમાં આદર રાખે છે તેને તેમ થતું નથી.
व्यवहारे सुषुप्तो यः स जागत्यात्मगोचरे ॥ जागर्ति व्यवहारेऽस्मिन्मुषुप्तश्चात्मगोचरे ॥ ७८ ।। सोबतहे निज भावमें जागै जे व्यवहार ॥ सूतो आतम भावमें सदा स्वरूप आधार ॥ ६३ ॥
For Private And Personal Use Only