________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) અને મારવાડ તરફ ગમન કરે, તે મુંબઈ પહોંચતું નથી. તેમ જે શિવ પદની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરે છે, અને આત્મસન્મુખ થયે નથી, તે શિવપદ પ્રાપ્ત કરતું નથી. જે ભવ્ય આત્માના સન્મુખ થઈને, કંચનને માટીના ઢેપા સમાન લેખે છે, અને રાજગાદીને તુચ્છપદ સરખી જાણે છે, સ્નેહને કેદ સમાન લેખે છે, મોટાઈને દુખનું ઘર જાણે છે, સિદ્ધિ વિગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે,
દારિકાદિ કાયાને કીડાથી ભરપૂર કાદવ સમાન લેખે છે, ગૃહસ્થાવાસને કારાગૃહસમાન અંતઃકરણથી લેખે છે, કીર્તિની ઈચ્છાને પાશ સમાન લેખે છે, તે આત્માથી મહા પુરૂષ આત્માભિમુખી થઈ પરમપદ પ્રગટ કરે છે.
दृढात्मबुद्भिदेहादावृत्पश्यन्नाशमात्मनः ।। मित्रादिभिर्वियोगं च बिभेति मरणाभृशम् ।। ७६ ॥
અર્થ:-દેહાદિકમાં દ્રઢ આત્મ બુદ્ધિવાળે મરણ પાસે જઈ, તથા મિત્રાદિ વિગ પાસે જેઈ, મરણથી બહુ ભય પામે છે.
વિવેચન –દેહાદિમાં દ્રઢ થએલી છે આત્મબુદ્ધિ તે જેને એ બહિરાત્મા પ્રાણવિયેાગ રૂપ મરણ, તથા સગાંસંબંધી મિત્ર, પુત્ર, સ્ત્રી આદિને વિયેગ, એ બે વાત પાસે જોતાંજ મરણથી બહુ ડરે છે. અનેક પ્રકારની ચિં.
For Private And Personal Use Only