________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
શક્તિ જતાં કંઈ ના રહે, નિર્બળ બન્યા કે ઘણું શક્તિ ખરેખર ધર્મ છે, શક્તિ વિના નહિ ધર્મ છે,
જ્યાં શક્તિ ના ત્યાં ધર્મ નહિ, પણ મેહમાયા ભર્મ છે ૨૧૮ આત્માવિષે બ્રહ્માંડને, ધ્રુજાવવાની શક્તિ છે, સારા ઉપાએ ખીલવે, જગમાં ખરી એ ભક્તિ છે, શક્તિ વિના સત્તા નથી, આનન્દની લીલા નથી, શક્તિ ખીલવવી ધર્મ છે, જેશે સકલ શાસ્ત્રો મથી. ૨૧૯ શક્તિ વિનાનાં માન, મડદાં સમા જગ જાણવા, શક્તિ ખીલવવા વિશ્વમાં, સદુપાય સઘળા આણવા; સહુ શક્તિથી શેભી રહી, બ્રિટીશની સામ્રાજ્યતા, પ્રભુતા રહી ત્યાં પૂજ્યતા, સ્વાતંત્ર્યની સહુ ભવ્યતા. ૨૨૦ શક્તિથકી આ વિશ્વમાં, બ્રિટીશ સામ્રાજયે ખરે, શાન્તિ સુલેહ પાથરી, તેને જ જય જગ ઉચ્ચરે; શક્તિ સદા શુભ રક્ષવી, સંઘાદિની યુક્તિવડે, શક્તિ ખીલવવી સાર છે, સહુ જાતના ધમ બને. ૨૨૧ સાબરમતી મહાપૂરની, શક્તિ વડે શુભ ડોલતી, સહુ શક્તિને ખીલ, શુભ ભાવ દિલને ખેલતી;
www.kobatirth.org
For Private And Personal Use Only