________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अर्हनमः साबरमती गुणशिक्षण काव्य,
(રાગ મન્દાક્રાન્તા). વહેતી ઝીણા કલરવવડે ઝીલતી મેઘવૃષ્ટિ, વહેતી વેગે જલપુરવડે ખેલતી એર સૃષ્ટિ, મીઠા ઝીણા કલરવવડે વિશ્વને શીખ આપે, મીઠા શબ્દો ગુણ ગણ ભર્યા સર્વનાં ચિત્ત વ્યાપે. ૧ વહેતી વેગે જલપુરવડે લેકને એ જણવે, શક્તિથી વહન કરતાં આત્મને રે ઉપાયે, સાચી-પૂરી પ્રગતિ પથની ઉન્નતિ તુર્ત થાતી, પૂર્ણાત્મામાં લદબદ બની જીવતાં મુક્તિ થાતી. ૨ હેતી રહીને જલબળવડે વિશ્વને બંધ આપે, રહેશે જેમાં પ્રગતિ પથમાં પૂર્ણતાએ જ વ્યાપે; તારૂઓને શ્રમબળવડે પારમાં રહાય આપે, પામે તેઓ શ્રમબળવડે સત્યને પાર વેગે.
www.kobatirth.org
For Private And Personal Use Only