________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
ધરે છે શીત વાયુને, હવા અંગે કરે શાન્તિ, તથા સમતા મનુષ્યએ, ધરીને શાન્તિ જગ દેવી. ૫૦ ધરે બે તીર પર વૃક્ષે, ભલે આશ્રય મનુષ્યોને, તથા આશ્રમ મુસાફરના, મનુષ્યએ ભલા કરવા. ૫૧ સુહાતાં તીર પર દેવળ, અતીતાના મઠે ભારી; તથા પરમાર્થવૃત્તિ, અને સંન્યસ્તવૃત્તિથી. મનુષ્યોએ સદા રહેવું, સમાધિ ધ્યાનને ધારી, રૂપાતીત જ સદા રહેવું, અનન્તાનન્દની મુંઝે. કરી ચેતન નદીરૂપે, અસંખ્યાતપ્રદેશમાં, સદા આનન્દ્રમાં રહેવું, પરામાસાગરે ભળવું. ફરે સાબરતીરે રોગી, તથા આત્માનદી તીરે, મનુષ્યએ કમણ કરવું, ગુણએ બહુ ધરી પુષ્ટિ. ૫૫ ગુફાઓ બહુ નદી તીરે, ગુફાઓ ચિત્ત સ્થિરતાની, કરી પરમાત્મમસ્તીમાં, સદા રહેવું મનુષ્યએ. પ૬ ગુણો ગ્રહવા ત્યજી દો, નિજાત્માની કરી શુદ્ધિ, પરાત્માપદ ખરૂં ગ્રહવું, શિખામણ ચિત્તમાં ધરવી. પ૭ શુરી સાબર નદી તીરે, રહી પેથાપુરે ભાવે, બુદ્ધબ્ધિ દ્રવ્યને ભાવે, ખરી આત્મોન્નતિ કરવી. ૫૮
સં. ૧૮૭૧–પેથાપુર ચેમાસું.
www.kobatirth.org
For Private And Personal Use Only