________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
મર્યાદથી શોભા પ્રતિષ્ઠા આબરૂ વધતી રહે, સાગર સમાં મર્યાદાને ધરતા રહી શોભા લહે; મર્યાદમાં અગ્નિ રવિને દેવતાઓ સહુ વહે, મર્યાદને મૂક્યાથકી વિશ્વાસ ના કે સહે. ૪૩૨ મર્યાદથી વ્યવહાર સહુ ચાલે જગમાં જાણવું, મર્યાદનું જીવન ભલું વ્યવહારકાલે આણવું; સારૂં નથી મર્યાદને છોડયાથકી વ્યવહારમાં, મર્યાદને ધારણ કરે ઉત્તમ ભલા આચારમાં. ૪૩૩ સંસારમાં મર્યાદવણ છવાય નહિ જનમાત્રને, મર્યાદને ધાર્યા વિના દેવાય ના કે પાત્રને; પત્ની અને પતિ બે મળી મર્યાદથી જે ચાલતાં, આનંદથી સંસારમાં જીવન મઝાનું ગાળતાં. ૪૩૪ મર્યાદ બાંધી સંઘની તીર્થંકરએ ધર્મથી, તેથીજ ધર્મ વહ્યા કરે શુભ યેગીઓના કર્મથી; તેથી પરંપર ધર્મનાં ઝરણાં વહે છે જગવિષે, મર્યાદ ધાર્યાનાં ફળ શુભ વિશ્વમાં જોતાં દિસે. ૪૩૫ ઉત્સર્ગને અપવાદથી મર્યાદા માર્ગે જાણશે,
www.kobatirth.org
For Private And Personal Use Only