________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે કરે તે ભગવે ત્યાં લક્ષ્ય દેવું ક્યાં રહ્યું, માટે જ નિન્દા વર્ણ પર મેં લક્ષ્ય ક્યારે ના ગ્રહ્યું; પૂજક ગ્રહે છે પુષ્યને નિન્દક ગ્રહે છે પાપને, નિશ્ચય હૃદયમાં ધારશે કુદ્રતતણું શુભ છાપને. ૩૬૩ વહેવું સદા નિજ પંથમાં ના લક્ષ્ય દેવું કઈમાં, મનડું જરી ના પ્રેરવું નિન્દકતણી બદબોઈમાં; આપેજ કુદ્રત ન્યાય ત્યાં પોતે ન માથું મારવું, કુદ્રતતણે એ કાયદે સમજી હૃદયને ઠારવું. ૩૬૪ ટીકા કરે બહુ જાતની લોકો ને તે ગણકારવી, ગજ પાછળે ધાને ભસે છે વાત મનમાં ધારવી; સાચું ન છાનું જ રહે દરકાર કેની ના ધરે, નિન્દા સ્તુતિપર લક્ષ્યવણ નિજ જીવન ફરજે અનુસરે.૩૬૫ સાર્થકનામ કરવું પ્રાય: રહે છે વાદળાં તવાર અહે તે કારણે, સાન્વર્થ નામ જ સાભ્રમર્તા જાતા જને તુજ વારણે; નિજનામને સાર્થક કરે એવા જ વિરલા અહે, ગુણધેય નામ જ ધારીને કાર્યો કરી પથમાં વહે. ૩૬૬
www.kobatirth.org
For Private And Personal Use Only