________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
પ્રતિજ્ઞા પાલન.
પ્રતિજ્ઞામ`ત્ર વિના યંત્ર તંત્રની સિદ્ધિ થતી નથી એમ સર્વ દેશેાના શોધકોનાં ચરિત્ર વાંચવાથી નિશ્ચય થાય છે. કોલંબસે સંકલ્પખળ વા પ્રતિજ્ઞાની સિદ્ધિને લઇને અમેરીકા ખડ શેાધીકહાડયા. વાસાડીગામા પ્રતિજ્ઞાને લઇને ‘ કેઇપ ઓફ ગુડ હૅપ ’ સુધી હિંદુસ્તાનને દરિયાઇ માર્ગ શોધવા શક્તિમાન થયા હતા. આશાઓનુ કિરણ જે ભૂમિએ દર્શાવ્યુ તેને વાસ્કોડીગામાએ ઉપરોક્ત નામથી તે ભૂમિને અંકિત કરી કે જે પાંચસે વર્ષ થયાં હજી ઇતિહાસના પાને તેમજ દરેક મનુષ્યના મુખે યાદ છે. પ્રતિજ્ઞામ ંત્રની કરણીથી જગતમાં જે જે સુધારા વધારા ફેરફાર કરવા ધારીએ તે થઇ શકે છે. પ્રતિજ્ઞા મત્રની કરણી મળની જેટલી પ્રશ ંશા કરીએ તેટલી ન્યૂન છે. પ્રતિજ્ઞા મંત્રની કરણી એ મહા તપ છે, એ તપના પ્રભાવે આ વિશ્વમાં કર્મચેાગીએ ધારે તે કરી શકે છે તેનાં અનેક દ્રષ્ટાંતા માજીદ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧%be%
પ્રતિજ્ઞા પ્રાણસમ વ્હાલી, ખરેખર સત લેાકેાની; ચલાવ્યા ના ચળે લેાલે, ડરાવ્યા ના ડરે તે. ૩૯
For Private And Personal Use Only
વિવેચન—સત લોકોને પ્રાણુના સમાન સ્વપ્રતિજ્ઞા વ્હાલી છે. તેઓ કોઇની પણ દરકાર રાખ્યા વિના સ્વપ્રતિજ્ઞા પાલનમાં જીવન વ્યતીત કરે છે. અનલહકકે હું ખુદા છુ એવુ સ્વમુખથી જાહેર કર્યું તેને કાઈ ફેરવવા શક્તિમાન થયું નહિ. શ્રીમદ્ આનંદધનજીએ ગૃહસ્થ પ્રતિખંધ ત્યાગની જે પ્રતિજ્ઞા કરી હતી તે અંતકાળ સુધી પાળી. અમદાવાદના નગર શેઠે શ્રી રાજસાગરજીને આચાર્ય પદવી આપવાના નિશ્ચય કર્યેા હતા, તેમના સામા શ્રી વિજયદેવસૂરિ પડયા તાપણુ શ્રીમદ્ રાજસાગરજીને આચાર્ય પદવી આપીને સ્વનિશ્ચય રૂપ પ્રતિજ્ઞાની સિદ્ધિ કરી. શાંતિદાસ નગરશેઠને આચાર્ય પદવી આપવામાં અનેક વિધ્ન ઉપસ્થિત થયાં હતાં છતાં પણ તેની તેમણે દરકાર કરી નહાતી. તેથી શાંતિદાસ શેઠના સતાનાને હાલ પણ સાગર ગચ્છ સ્થાપ્યાનુ' સન્માન મળે છે. શ્રી વજ્ર સ્વામી અને જાવડશાહે શત્રુંજયના ઉદ્ધાર માટે સકલ્પરૂપ પ્રતિજ્ઞા કરીને હજારો વિઘ્ના સહીને પાર પાડી