________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
પ્રતિજ્ઞા પાલન.
પ્રતિજ્ઞા કર્યા બાદ અસત્ય બોલવું એ કઈ રીતે ઉત્તમ નથી. લેકે મને શું કહેશે ? મારું શું થશે ? આજુબાજુનું શું કરવું? ઈત્યાદિ અનેક વિચારથી પોતાને પ્રથમ મરેલા માનવું જોઈએ કે જેથી લેક સંજ્ઞા ટળતાં આત્મસ્વાતંત્ર્ય પૂર્વક આપેલા વચનને પાળી શકાય. સ્વાશ્રયી બનીને લેકેના વિચારની મેરલીપર ન નાચતાં સ્વસત્ય વિચાર પૂર્વક પ્રતિજ્ઞાપાલનમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે મુખથી બોલીને ફરી જાય છે, જે જે બાબતનું વચન આપે છે તેથી ફરી જાય છે. તે મનુષ્ય દિવ્ય જીવનની આનન્દ રસની ઝાંખીને અનુભવી શકતું નથી. મૂઢજીવન અને સ્વાર્થ જીવન જીવનારાઓને આનન્દરસની ઝાંખી થઈ શકતી નથી. ભલે ઘડાગાડીમાં બેસવાનું મળે-લક્ષ્મી સત્તાદિ વડે લેકમાં મહાન ગણાવાનું થતું હોય, પરંતુ પ્રતિજ્ઞાપાલન વિના દિવ્યરસની ઝાંખી સ્વપ્નમાં પણ આવી શકે નહિ. દુનિયા મને શું કહેશે? દુનિયામાં હું કે ગણાઈશ? ઈત્યાદિ મરેલા વિચારોને જેઓ માને છે. તેઓ તે મરેલા જ છે. એવા મરેલા પુનતેજ શરીરે આત્મગુણે વડે જીવતા થતા નથી. સ્વતંત્ર વિચારેને પ્રબળ પ્રવાહ વહે છે, ત્યારે જીવતા છતાં મરીને પુનઃ તેજ શરીરમાં આત્માના દિવ્ય જીવને જીવતું થઈ શકાય છે. દુનિયા ઘેર પૂજક છે. જીવતાને દુનિયા પૂજતી નથી. મરેલાને પૂજે છે. માટેજ દુનિઅને દેરંગી કહી છે. “ દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે” એવી અનેક ઉપમાઓ આ દુનિયાના વિચિત્ર પ્રસંગમાં મનુષ્યને માલૂમ પડે છે-જ્ઞાત થાય છે. માટે દુનિયાની દરકાર કર્યા વિના તે મનુષ્ય! તું તારી કરેલી પ્રતિજ્ઞાને પાળ કે જેથી દિવ્યજીવનથી અમર બની શકે. જો તું દુનિયાની દરકાર કરવા ગયે તે તારે મૂળ સ્વભાવ ભૂલી જઈને આડા અવળે માર્ગ અથડાઈ પડીશ. નિત્યાનંદના આનન્દની ખુમારીને રસ ચાખવાને ભાગ્યશાળી થઈ શકીશ નહિ; માટે વસ્તુતઃ વિચારીને પ્રતિજ્ઞાઓ પાળવામાં ઉદ્યમવંત થા!
પ્રતિજ્ઞા અર્જુને કીધી, ખરી રીતે કરી પાળી પ્રતાપે સ્વપ્રતિજ્ઞાથી, દીપાવ્યું નામ પિતાનું. ૩૭
For Private And Personal Use Only