________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
પ્રતિજ્ઞા પાલન,
wwત, સ્તન,
પાકાત
.
...
તેને પાછું વાળા પ્રતિજ્ઞા લગ
મનુષ્યો પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ બની આત્મહાનિ કરી શકે છે. આત્મતિના પ્રાણભૂત-વર્યભૂત સત્ય પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા ટેક–વચનથી ભષ્ટ થનારાએ કદાપિ બાહ્યથી ઉન્નતિને અમુક કાળ સુધી પામી શકે, એવું તેમને ભાન્તિથી ભાસી શકે. પરંતુ પશ્ચાત્તો તે એવી અધોગતિમાં આવી પડે છે કે ઘાણીના વૃષભની પેઠે હતા ત્યાંના ત્યાં દેખાય છે. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલા મનુષ્યના હૃદયની ચન્દ્રયમાન જેવી સ્થિતિ થાય છે. પૂર્વે પણ કથવામાં આવ્યું છે કે સ્વાર્થ રૂપ ઝેરી મીઠાશથી લોકે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે પરંતુ તેઓ અવનતિના વિકરાળ મુખમાં સપડાય છે. એમ તેઓ સ્વાર્થ અંધ જાણી શકતા નથી. પ્રતિજ્ઞા ભંગથી જે સ્વાત્મહાનિ થાય છે એવી અન્ય કશાથી થતી નથી. વચન આપીને તેને પાછું પી જતાં વા બેલીને પાછું ગળી જતાં આત્મઘાત થાય છે, તે સ્થળ બુદ્ધિવાળા મનુષ્ય દેખી શકતા નથી. આત્મજ્ઞાનીઓ, બ્રા જ્ઞાનીઓ, વિર મહાત્માઓ પ્રતિજ્ઞા ભંગથી થનારી વાસ્તવિક હાનિને પારખી શકે છે તેથી તેઓ પ્રતિજ્ઞા ભંગ કરવા કરતાં બાહ્યા સ્થળ પ્રાણેને તેમ કરવામાં લવલેશ સંકેચ પામતા નથી. પ્રતિજ્ઞા ભંગ કરનારા સ્વાર્થ રૂપ વિષ્ઠાના કીડા છે તેથી તે પ્રતિજ્ઞા પાલનરૂપ અમૃત રસના સ્વાદની લહેરી લેવાને કિંચિત્ પણ શક્તિમાન થઈ શકતા નથી. પ્રતિજ્ઞા પાલનરૂપ અમૃતપાનથી દેવત્વ પ્રાપ્ત થાય છે, એમ મહર્ષિએ કહે છે. બેલીને પાળવું. બેલીને ફરવું નહિ. આપેલા કેલ પ્રમાણે વર્તવું, એ દિવ્ય અમૃતનું પાન છે. તેને જેણે સ્વાદ લીધે છે, તે અમર થયેલ જાણુ. પ્રતિજ્ઞા પાલનરૂપ અમૃતપાન કરનારાઓ સત્ય સ્વાનેતિ કરી શકે છે, એ જ્યારે દઢ નિશ્ચય થાય છે, ત્યારે માથું મૂકીને પ્રતિજ્ઞા પાળવામાં સ્વજીવનને હેમ કરીને દેવત્વ પ્રાપ્ત કરી શકાય છે. પ્રતિજ્ઞા પાળકે ત્રણ કાળમાં અમર છે. એ અનુભવ આવે છે ત્યારે પ્રતિજ્ઞા પાળવામાં બાહ્ય પ્રાણને ત્યાગ કરે એ જળતરંગ સમાન સમજાય છે. દેશભક્તિ, ધર્મભક્તિ રાજ્ય ભકિત, આચાર્ય ભક્તિ, ગુરૂ ભકિત, કુટુંબ ભક્તિ, મિત્ર ભકિત અને માતપિતાની ભક્તિમાં ઉપર્યુકત ભાવનાની પરિપકવ દશા થતાં
For Private And Personal Use Only