________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
પ્રતિજ્ઞા પાલકની ઉચ્ચ જાતિ.
અહે એ ધન્ય જાતિને, અહે જે જાતિમાં જનમ્યા; પ્રતિજ્ઞા પાળીને પૂરી, કરે છે ઉચ્ચ જાતિને. ૧૬
જે જાતિમાં પ્રતિજ્ઞા પાળકે જન્મે છે તે જાતિને અને તે જતિમાં જન્મેલાઓને પણ અહ ધન્ય છે, જેઓ પ્રતિજ્ઞા પાળીને સ્વજતિને ઉચ્ચ કરે છે તેઓને ધન્ય છે. ભર્તુહરિ નીતિશકમાં કહેવું છે કે,
परिवर्तिनि संसारे, मृतः को वा न जायते ।
सजातो येन जातेन, याति वंशसमुन्नतिम् ॥
પ્રતિજ્ઞા પાળકે જે જાતિમાં ઉત્પન્ન થાય છે, તે જાતિની વિશ્વમાં પ્રશંશા અને પ્રસિદ્ધિ થાય છે. ગમે તે જાતિને મનુષ્ય હેય પરંતુ જે પ્રતિજ્ઞાનું પાલન કરે છે તેની જાતિ વિશ્વમાં ઉચ્ચ ગણાય છે. જે જાતિમાં પ્રતિજ્ઞા પાળને પ્રકાશ થાય છે, તે જાતિ વિશ્વમાં અગ્રગણ્ય પદ પ્રાપ્ત કરે છે–આત્મવીર્યને ફેરવીને અને આત્મ લેગ આપીને પ્રતિજ્ઞાનું પાલન કરી શકાય છે. જેના હૃદયમાં પ્રતિજ્ઞાનું માન છે, તે સ્વજાતિને ઉન્નતિના ઉચ્ચ શિખર પર સ્થાપિત કરી શકે છે.
જે જાતના લોકે પ્રતિજ્ઞાનું પાલન કરે છે, તે જાતિનું વિશ્વમાં અમર નામ રહે છે. સ્માર્ટના લોકોથી ઈતિહાસને જાણનાર ભાગ્યેજ અજા હશે. તે બહાદુર જાતિનાં પરાકમે ગમે તેવા બહાદુર દ્ધાને કમકમાટ ઉપજાવ્યા વગર રહેતાં નથી. ત્રણ પુરૂષે દશહજાર દ્ધાના લશ્કરને મહાત કરે એ શું આશ્ચર્યની વાત નથી? આવા શૂરવીર હૈદ્ધાઓ શાથી સ્પાર્ટીની ભૂમિમાં પાડયા હતા. તેઓ બાળકને એક નાની ટેકરી ઉપરથી ગબડાવી દેતા. જે બાળક જીવતું તે તેઓ સ્વજાતિની ઉન્નતિ કરી શકશે એવી માન્યતા રાખતા. ખરે.
For Private And Personal Use Only