________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. આ ગ્રંથમાલાના ૩૮મા મણકા રૂપે આજે પ્રતિજ્ઞા પાલન " નામને લઘુ પણ અતિ ઉપયોગી ગ્રંથ દષ્ટિપથમાં આવે છે, તે પરિપૂર્ણ વાંચી મનન કરી સર્વ કઈ વાચકવર્ગ આનંદિત થશે, અને પિોતાના કાર્યમાં આગળ વધશે તે અવશ્ય હિતકર્તા નીવડશે, એમ આશા છે. આ મૂળ ગ્રંથ 72 કાવ્યરૂપે શાસ્ત્ર વિશારદ-જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરે નિર્માણ કર્યો છે, અને તેના ઉપર વિવેચન શાહ નેમચંદ ઘટાભાઈ માસ્તરે લખ્યું છે. શ્રીમદ્ભા પ્રત્યે ઉપર આ રીતે અનેક વ્યક્તિઓ વિવેચન કરવા પ્રેરાય તે ઈચ્છવા ગ્ય છે. તેમાં પણ શિક્ષણ આપતી સ્કુલમાં ચલાવવા ગ્ય અને ઈનામાં આપવા ગ્ય-ગુણ શિક્ષણ સંબંધી અત્યંત ઉપયોગી એવા “સાબરમતી કાવ્ય” તથા આ " પ્રતિજ્ઞા પાલન” ગ્રંથનાં વિવેચને આવકારદાયક સાથે હીતકર થઈ પડશે એમ માનીએ છીએ. કાગળો વગેરેની અત્યંત મેંઘવારીએ આ પુસ્તકની કીંમત ઈચ્છા પ્રમાણે ઓછી ૨ખાઈ નથી તે પણ પડતર કીંમત કરતાં ઓછી રાખી છે તે ગણત્રી કરવાવાળા સજજને સમજી શકે તેમ છે. વિશેષ નહિ લખતાં સર્વ કઈને આ ગ્રંથ સાધત વાંચી જવા પુનઃ ભલામણ કરવામાં આવે છે. સં. 1- કાન કૃષ્ણ ચતુથી નિવેદક, ચંપાગલ્લી- મુંબઇ. અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ For Private And Personal Use Only