________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પનિના પાલન.
વખણાય છે. આર્યાવર્તમાં જેમ મરૂસ્થળ રાજપુત રમણએને માટે તથા પ્રતિજ્ઞા પાળક ક્ષાત્ર વીરેને માટે મેવાડ વખણાય છે. તેમ જે જે દેશમાં પ્રતિજ્ઞા પાળકે ઉદ્ભવે છે, તેઓના પવિત્ર વાતાવરણથી આજ્ઞા પાળક મનુષ્યને વિશેષતઃ પ્રાદુર્ભાવ થાય છે. જે કુળમાં પ્રતિજ્ઞા પાળક મનુષ્ય જન્મ ધારણ કરે છે, તે કુળની સર્વત્ર ખ્યાતિ પ્રસરે છે. અમુક અમુક કુળે અમુક અમુક ગુણને લીધે જેમ રૂઢ ખ્યાતિવાળાં થયેલાં હોય છે, તેમ પ્રતિજ્ઞા પાળક મનુષે જે કુળમાં વિશેષ ઉર્દૂ ભવે છે તે કુળ પણ પ્રતિજ્ઞા પાલન માટે વિશ્વમાં ખ્યાતિને પામે છે. શીખ અને ગુરખાઓની જાત પ્રતિજ્ઞાપાલન ગુણને માટે વખણાય છે. શિશેદિયા રાજપુત્રે રણભૂમિમાંથી કદાપિ પ્રયાણ ન કરી જાય તેના માટે વખણાય છે.
વિદ્યાની પ્રગતિ માટે બંગાળમાં ટાગોરનું કુટુંબ વખણાય છે. સતી સ્ત્રીઓના પ્રાદુર્ભાવ માટે ગોહિલ અને ચાવડા રજપુતેનું કુળ વખણાય છે. રાજ્ય વ્યવસ્થા–કારોબાર માટે બ્રિટિશ રાજ્ય પ્રસિદ્ધ છે. સાયન્સ વિદ્યાની પ્રગતિ માટે જર્મની વખણાય છે. સ્વાર્પણ જીવન માટે જાપાનિઝ વખણાય છે, તેમ પ્રતિજ્ઞા પાલન ગુણને માટે જે જે કુલેના મનુષ્યએ આત્મસમર્પણ કર્યું હોય છે, તે તે વિશે ખ્યાતિને પામ્યા છે. મનુષ્યએ પિતાના દેશમાં અને પોતાના કુળમાં પ્રતિજ્ઞા પાલક મનુષ્ય ઉદ્ભવે એવા વિચારે અને આચારેને ફેલાવે કરવું જોઈએ, કે જેથી પિતાના દેશની અને કુળની વિદ્યુત્ વેગે પ્રગતિ થયા કરે. પ્રતિજ્ઞા ગુણ પાલન કરનારા અને પ્રગટયા વિના દેશને અને કુળને ઉદ્ધાર થતું નથી. દેશને અને કુળને ઉદ્ધાર કરવા માટે અને દેશ અને કુળને ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે અમર કરવા માટે કુળના મનુષ્યએ મન, વચન અને કાયાથી અપૂર્વ પ્રતિજ્ઞા પાલન પ્રયાસ કરે જોઈએ કે જેથી પ્રતિજ્ઞા પાળક મનુષ્યની ભૂમિ અને કુળની ઉજજવળતા સર્વત્ર સર્વ દેશમાં શશિસમ દેદિપ્યમાન થઈ રહે.
અહો એ ધન્ય ગુરૂઓનેઅરે જેના હૃદય શિષ્યો? પ્રતિજ્ઞામાં અડગ રહીને-ગુરૂનું નામ દીપાવે-૧૫
For Private And Personal Use Only