________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન
મતિને અગ્નિસેનને ત્યાં વેચી? બાળક હિત!તારી શી દશા થશે ? માતા વિના બાળક રહી શકશે શું? ખરેખર માતૃપ્રેમ અન્ય રૂપે થતાપૂર્ણ માતાના હૃદયમાં રહે છે, તે દિવ્ય પ્રેમ સત્યવતી નૃપની પત્નીમાં નહોતે શું? બાળક રોહિત પણ માતા સાથે વેચાણ થયે; પણ વિશ્વામિત્રની દક્ષિણ પૂર્ણ થઇ નહિ. હા દેવ! એ ક્રૂર દૈવ! હજાર મહોર પૂરી થઈ નહિ. હે પ્રતાપી નૃપ! મ્હારી જીદ છેડીને એક વખત અસત્ય ભાષણ કર ! શું સત્યયુગને પ્રલય થયે. રવિ રશિઓ પુરાવતો બંધ થશેપ્રલયકાળ આવી પહેચ્ચે શું? જગનું ચક ફરતું બંધ થયું? દેવે પણ શું આ કાળમાં નિદ્રા દેવીને આધીન થયા નહિ! નહિ ! હું મારી તુચ્છ દેહ વેચીને પણ મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ. તે સમયે તેના હૃદયમાં અતિ ઉચ્ચ, ઉત્કૃષ્ટભાવના રહેલી હતી તેના હૃદયમાં નીચેને પ્રાચીન કલેક રમી રહ્યા હતા,
लजा गुणौघजननी जननीमिव स्वामत्यन्तशुद्धहृदयमनुवर्तमानाम् । तेजस्विनः सुखमसनपि संत्यजन्ति,
सत्यव्रतव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ।।
હરિશ્ચંદ્રનું હૃદય પ્રફુલિત થયું, ઉલાસમાન થયું, હૃદયને જ્ઞાનતંતુ જાગૃત્ત થયે, નિત્યાનિત્યનું સ્વરૂપ પ્રકટ થયું, ઘન્ય રાજશ્રીએ આત્મભેગ આપે અને દક્ષિણ પૂર્ણ થઈ. શું વિશ્વામિત્ર સ્વપ્રતિજ્ઞા છેડી દેશે ? હરિશ્ચંદ્રની ખરી કસોટીને વખત આવી પહેચ્ચે. સુવર્ણને અગ્નિમાં નાખવાને વખત પણ આવ્યું. શું સુવર્ણ બળીને ખાખ થશે? વા પીગલીને રસમય બનશે? વા અતિ શુદ્ધ સ્વરૂપ ધારણ કરી પ્રેક્ષકનું મનોરંજન કરશે ? હિતને કાલીનાગ ડ ને તેની જીવનદોરી તુટી. તારામતિ સહિતના શબને સ્મશાનમાં લાવીને રેતી બેસે છે –
હા બેટા! હા પ્યારા ! કિસ નીમાં તુ સોયા! અય યાર! મહારા! આંખે તે બેલ !
For Private And Personal Use Only