________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-પ્રતિજ્ઞા પાલન.
પ્રયત્ન કરે, પરંતુ સ્વચ્છેદી ન બનવું એ, ધ્યાનમાં રાખવું જોઈએ. વ્યાવહારિક કાર્યોમાં પણ એક વખત વચનને ભંગ કરનારને ધિક્કાર આપવામાં આવે છે. પ્રતિજ્ઞા યુક્ત વચનનું પાલન કરવાથી જ અક્ષયસુખની પ્રાપ્તિના પગથીએ ચડી શકાય છે. વચનને ભંગ પ્રાણુતે પણ ન કરવો જોઈએ.
અમીરાઈ મળી તે શું? પ્રતિજ્ઞાઓ નહીં પાળી; પ્રતિજ્ઞા પાળનારાઓ, સલથી શ્રેષ્ઠ છે જગમાં ૬૮ પ્રતિજ્ઞાના અધિકારી, બન્યા જે ચગ્યતા પામી; પ્રતિજ્ઞાઓ કરે પૂરી, વિવેકે સત્ય સમજીને. ૬૯ પ્રતિજ્ઞા પાળતાં પૂરી, નવું જીવન પ્રગટ થાતું; ના અવતાર પામીને, અસલ આંખે નવું દેખે. ૭૦
વિવેચન-મોટા અમીર બન્યા તેથી શું ? જે કરેલી પ્રતિજ્ઞા એથી ભ્રષ્ટ થવાયું તે અમીરાઈ પર પાણી ફરે છે. અમુક વખતે હું તમારૂં અમુક કાર્ય કરીશ, અમુક કાર્ય નહિ કરું, અમુક કાર્યમાં ભાગ લઈશ, અમુક બાબતમાં વિશ્વાસાહી નહિ બનું, અમુક વિચારેશને ગુપ્ત રાખીશ, અમુક લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે ચાલીશ, અમુક વખતે અમુક આપીશ, ઈત્યાદિ અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ કરવામાં આવી હોય પરંતુ તે પ્રતિજ્ઞાઓ પ્રમાણે ન વર્તવામાં આવે તે અમીર સત્તાધિકારી થવાથી કંઈ સ્વપરનું શ્રેયઃ કરી શકાતું નથી. આ વિશ્વમાં દાની, બ્રહ્મચારી આદિ સકળગુણીઓમાં શ્રેષ્ઠ પ્રતિજ્ઞાપાલકે છે. આકાશમાં ચડી શકાય, દેવતાઓને પ્રત્યક્ષ કરી શકાય, આખી દુનિ યાને પોતાના વિચાર પ્રમાણે ચલાવી શકાય, પરંતુ પ્રતિજ્ઞાના સ્વાર્પણ મેદાનમાં પ્રતિજ્ઞાપાલક બનવું એ ધાર્યા-વિચાર્યા કરતાં અનન્તગુણ મુશ્કેલ કાર્ય છે. ન્હાના ન્હાની પ્રતિજ્ઞા પાળવાથી મોટામાં મોટી પ્રતિજ્ઞાઓ પાળી શકાય છે. પ્રથમ તે પ્રતિજ્ઞા લેવાના અધિકારી બનવું મહા મુશ્કેલ છે. સં. ૧૯૬૪ની સાલમાં હિંદુસ્થાનમાં પ્રાયઃ શહેર શહેર પરદેશી કાપડ નહીં વાપરવું, પરદેશી ખાંડ ન વાપરવી,
For Private And Personal Use Only