________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેભરતુતિ ચતુર્વિશતિકાની ટીકાઓ.
૨૭ તત્પર કર્યો છે. એ પ્રસંગથી મને શ્રી ભનમુનિ વિષે જાણવાનું તથા લખવાનું મળ્યું છે. એ માટે પ્રેરણા કરનાર મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજીને હું ધન્યવાદ આપ્યા વગર રહી શકું નહિ.
શેભસ્તુતિ ભક્તિ અને કાવ્યની દષ્ટિએ મહત્વની કૃતિ છે. ટીકાને જેમ બને તેમ સહેલી બનાવવા પ્રયત્ન કર્યો છે, અને તેમાંય ખાસ સાન્વય પદ્ધતિ સ્વીકારેલી છે, એ આની બીજી ટીકાઓથી વિશેષતા છે. સાથે સાથે મૂળીનું રરલ ગુજરાતી ભાષાન્તર છન્દો વિગેરે આપી ઉપયોગિતા વધારી છે. જનતા આ કૃતિને લાભ લઈ સ્તુતિકાર અને ટીકાકારના પ્રયત્નને સફળ બનાવે એટલું ઈચ્છી વિરમું છું.
લેખક:મુનિ હિમાંશુવિજય
(અનેકાન્તી)
For Private And Personal Use Only