________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
આવે છે. કોઈ ઠેકાણે મધ્યાન્ત યમક, કઈ સ્થળે આદિમધ્ય યમક ( મધ્યાન્ત યમકની સાથે ), કઈ જગ્યાએ આધત ચમક, કઈ પદ્યમાં સંયુતાવૃત્તિ ચમકે અને કેઈ સ્થળે અસંયુતાવૃત્તિ યમક અલંકારો ગોઠવ્યા છે.
આ કૃતિમાં ન્હાના મેટા અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ છદો છે કે જે વિદ્વાનને રસ અને આનંદ ઉત્પન્ન કરે છે. વિવિધ અલંકારે અને દેશમાં પોતાના ભાવો ગોઠવવા તે કેટલી મુશ્કેલની વાત છે તે કવિતા બનાવનાર જ સમજી શકે તેમ છે. આ ગ્રંથ બનાવતી વખતે શોભનમુનિનું ચિત્ત કેવું એકાગ્ર બન્યું હતું તેનું એક ઉદાહરણ પ્રભાવક ચરિત્રમાં મળે છે.
જ્યારે શેલનમુનિ પ્રસ્તુત “ જિન સ્તુતિ ચતુર્વિશતિકા” બનાવતા હતા તે અરસામાં તેઓ ગોચરી (ભિક્ષા) લેવા ગયા. ચાલતાં ચાલતાં પણ પ્રસ્તુત કૃતિ બનાવવાની એકાગ્રતામાં તેમનું ચિત્ત પરેવાએલું હતું, તેથી ખ્યાલ નહિં રહેવાથી તેઓ એક જ શ્રાવકના ઘરે ત્રણવાર ફરી ફરી ગૌચરી ગયા. જ્યારે શ્રાવિકાએ શોભનમુનિને પૂછયું કે, આમ ફરી ફરી ગોચરી આવવાનું શું કારણ? ઉત્તરમાં શોભનમુનિએ કહ્યું કે અત્યારે કવિતા બનાવવામાં જ મારું મન પરોવાયલું છે. તેથી મને ખબર ન રહી કે હું તેને ત્યાં જઉં છું અને શું કરું છું?” પૂછનાર બાઈએ શોભનમુનિના ગુરુની આગળ પણ આ વાત કહી. ગુરુ આ વાતથી ઘણું જ રાજી થયા અને શિષ્યની જ્ઞાનરસિકતાથી સંતોષ પામી તેમણે શોભન મુનિનાં વખાણ કર્યા. ર શેભનમુનિને કવિતા બનાવવાનું કે રસ હતો તે આ એક જ પ્રસંગથી વાચકો જાણ શકશે. ખુશીની વાત છે કે પ્રસ્તુત કૃતિની સુંદરતાથી આકર્ષાઈ ઘણા લેકે બાહુલ્યતાથી આ જ સ્તુતિ-થાય” પ્રતિકમણાદિ ક્રિયાઓમાં બોલે છે.
૧ આ બધા યમકોનાં લક્ષણો અને ઉદાહરણો વાગભટાલંકાર, સરસ્વતી કંઠાભરણ વિગેરે ગ્રન્થમાં જુઓ.
૨ જુઓ મહેન્દ્રસૂરિ ચરિત્ર. ( પ્રભાવક ચરિત્રમાં).
For Private And Personal Use Only