________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપવા ઈચ્છા બતાવી અને તેઓ તરફની આવી ઉદાર સહાયથી આ સંગ્રહ પુસ્તકરૂપે વાંચકવર્ગ સમક્ષ મૂકવા ભાગ્યશાળી છું. તેઓએ પોતાની સુકૃત કમાઈના દ્રવ્યને આવી રીતે સદુપયોગ કરવા માટે તેમને અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે અને ઈચ્છા રાખું છું કે બીજા સથ્રહસ્થ પણ શેઠ ડાહ્યાભાઇનું અનુકરણ કરશે. - આ પુસ્તકમાં કસ્તુરી પ્રકરણ, સિંદૂર પ્રકરણ, હિંગુલ પ્રકરણ તથા ઘમસર્વસ્વવિકાર વગેરે પ્રકરણો ઉપરાંત ચતુવિંશતિ જનસ્તવને તથા સ્તુતિ, જીનસ્તે તથા સુભાષિતમુક્તાવલિ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધાં સરળ રીતે સંસ્કૃત ભાષામાં લખાયેલાં છે. સુભાષિત મુકતાવલિમાં એકંદર પાંચસો શ્લેકે આપેલા છે, તે કેની ભાષા એટલી બધી સહેલી રાખવામાં આવી છે કે જેને લાભ સંસ્કૃત ભાષાના અલ્પ અભ્યાસીઓ પણ સારી રીતે લઈ શકે. ધર્મ તથા નીતિ માર્ગને પુષ્ટિ મળે તેવા તથા અન્ય બોધદાયક વિચારોથી આ શ્લેકે ભરપુર છે.
પ્રથમ વિભાગની માફક આ ભાગની પ્રસ્તાવના લખવા માટે પ્રસિદ્ધ વિદ્વાન શ્રીયુત મણિલાલ નભુભાઈ દોશી. બી. એ. ને ઈચ્છા જણાવતાં પોતે કેટલીક પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા હોવા છતાં પણ છેડે વખત બચાવી પ્રસ્તાવના લખી આપતા સ્વીકાર્યું છે, જે માટે તેઓને આ સ્થળે અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે. આ પુસ્તકની મહારાજશ્રીએ તૈયાર કરેલી પ્રેસ કોપી તથા છેવટનાં પ્રફ તપાસી જવા માટે વ્યાકરણાચાર્ય શાસ્ત્રીજી ભાઈશંકરભાઇએ પિતાના વખત ભોગ આપી જે મદદ આપી છે તે માટે તેઓને અને આભાર માનવામાં આવે છે.
For Private And Personal Use Only