________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
વળી રાધનપુરવાળા શેઠ ચંદુલાલ વછરાજ અહારાજશ્રીને વદનાથે અત્રે આવેલા તે વખતે તેમણે શ્રીમદ્ રવિસાગરજી ધારાળાની મુલાકત લઈ વિદ્યાર્થીઓને એક એક પાવલી ત્થા શ્રીફળ ઇનામ તરીકે આપ્યાં હતાં. મહારાજશ્રીના ચાતુમસ દરમિઆન અત્રેની ચોવિજયજી પાઠશાળાના માસ્તર દુર્લભદાસ ત્થા આણ ંદજીભાઈ વિગેરે વિદ્યાર્થીઓએ ત્યા સુખસાગરજી લાયબ્રેરીના મેમ્બરોએ જે શ્રમ લઈ મહારાજશ્રીતી સેવા ઉડાવી છે તે બદલ તેઓને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવામાં આવે છે. તેમજ મહેસાણાના સમગ્ર સંઘે આ સાલમાં તન મન અને ધનથી પંન્યાસજી મહારાજશ્રીની સેવાને જે અપૂર્વ લાભ મેળવ્યો છે તેના માટે તેએને ઘણુંજ ગારવ ઘટે છે, અને અત્રેના સુધારાખાતાના ભડારીજી શેઠ હરગોવનદાસ ગાંધીએ તે મુનિભક્તિનો અપૂર્વ લાભ મેળવી ઘણું પુન્ય ઉપાર્જન કર્યું છે.
ચાલુ ચાતુર્માસ દરમિ!ન મહારાજશ્રીના ઉપદેશથી આ પુસ્તક છપાવવા માટે જે સગૃહસ્થાએ આર્થિક સહાય આપી છે તેમનાં નામ ભારતી તેધમાં જણાવવામાં આવ્યાં છે. તેની સહાયથી જ અમે આ સંગ્રહ પુસ્તકારા જનસમાજ સમક્ષ મૂકવા ભાગ્યશાળી થયા છીએ. પ્રથમ પાંચ માગધી પ્રકરણા ત્થા પાંચ સંસ્કૃત પ્રકરણો છપાવી ભેમા બધાવી એક વાલ્યુમમાં બહાર પાડવાના વિચાર હતા પણ તેનું કદ એકદમ વધી જશે એમ લાગવાથી પાંચ માગધી પ્રકરણો ત્થા એક સંસ્કૃત પ્રકરણ ભેગા અંધાવી પ્રકરણ સુખસિન્ધુના પ્રથમ વિભાગ તરીકે બહાર પાડવામાં આવ છે અને બીજો વિભાગ પણ થોડા વખતમાં વાંચક વર્ગ સમક્ષ રજુ કરવા ભાગ્યશાળી થઈશું એમ ઇચ્છીએ છીએ.
For Private And Personal Use Only