________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનાઢય નામે શેઠ સારો, પણ આઠમ વિરાધનાર રે, થયો વ્યંતર સુગતિ હારી. ૭. કલ્યાણક તિથિ એ કહીએ, દશ જિનનાં એકાદશ લહીએ રે, ચ્યવન મોક્ષ અણગારી. ૮. આઠમ તપ સ્તવન કરવા, આદિજિન મંડળ પાપ હરવા રે, કરે વિનંતિ વિનય વિચારી. ૯ ઓગણીશે બોંતેર સાલે, દીવાળી પર્વ શુભ ચાલે રે, મન્દસેરમાં રહી માસચારી. ૧૦. શ્રી વિજયાનંદસૂરિ રાજા, ગુરુ લક્ષ્મીવિજય મહારાજા રે, હતા જ્ઞાનદાન દાતારી. ૧૧. તસ હંસ શ્રી તપગુણ ગાવે, પ્રતિદિન થવાને ચહાવે રે, જગજીવન જિન આભાર. ૧૨.
શ્રી એકાદશીનું સ્તવન (અજિત જિર્ણદશું પ્રીતડી–એ દેશી.) અવિચળ વ્રત એકાદશી, એમ ભાખે હે શ્રી જિન વધમાન કે ગૌતમ ગણધર સાંભળો, એ તિથિને માટે મંડાણુ કે. અવિ૦ આંકણું. ૧. માગશર શુદિ એકાદશી, મલિલ જિનનાં હે ત્રણ કલ્યાણ કે; જન્મ અને દીક્ષા ગ્રહી, વળી પામ્યા હે પ્રભુ કેવળનાણુ કે. અવિ. ૨. શ્રી અરજિને વત આદર્યું, નમિ જિદે હે લહું કેવળજ્ઞાન કે; પાંચ કલ્યાણક પ્રગટિયા, તેણે દિવસે હે હુવા પાંચ પ્રધાન કે. અવિ. ૩. પંચ ભરત પંચ એરવતે,
૧ ચોમાસું.
For Private And Personal Use Only