________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
': ૩૬ :
ઢાળ પંદરમી (શ્રી જિનરાજ જગત હિતકારી, મૂરતિ મેહનગારી રે-એ રાગ)
મજજન ચીર તિલક આદંત, ચતુર શણગાર સફાર ધરી; મનહર શિરવર ચીવર ગંભી, કેશાંબીકી શેભ કરી. ૧. ચિહું દિશી ભાળી ફુલકી જાળી, દીપકમાળી ત વર; ધુર પરિણુમ ઉસકામહ રામા, શામા રંગે ગેલ કરી. ૨. નવ નવ રંગે છંદ બપૈયા, ઉચ્ચરિયા રસ ગુણ ભરિયા, ઠમક ઠમક પગ ભૂતળ ઠમકે, ઝમકે રમઝમ ઝાંઝરિયા. ૩ હૃદયાનંદન કેતકી ચંદન, ફૂલ અમૂલક મહમહકે; ખલક ખલક કર કંકણું ખળકે, ઝનક ઝનક ટીકે ઝળકે. ૪. ઝરમર ઝરમર મેહુલ વરસે, જળસેં ભરિયાં વાદળિયાં; ઘનન ઘનન ઘન ઘોર અંધારું, ગાજે રાજે વીજળિયાં. ૫. દુહુક દુહક અવિવેકાનેકા, બેકાર સોચ સર ઘને; કહુક કહુક રસીલા નીલા, કોકીલા સહકાર વને. ૬. બહુત પિયાસી મેઘજળાશી, ફળી વનવાસી વેલડિયાં; પ્રેમતણું રસ રેલા ચાલ્યા, પણ સ્થૂલિભદ્ર નવિ પડિયાં. ૭. ટહુક ટહુક ગિરિ કેકા છેક, કરતા કેકી હાલે છે; વૈરીની પરે એ વરસાળ, વિરહીને ઘણું સાલે છે. ૮. ધપમપ માદલકે ધંકારા, કંસતાળ વીણ સખરી; સાથેઈ તતથઈ તાન ન ચૂકે, મૂકે નેત
૧ કામવશ થયેલી. ૨ દેડકાને શબ્દ. ૩ જોરથી. ૪ નેત્ર.
For Private And Personal Use Only