________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૨ :
શ્રી આત્મારામજી મહારાજની ગહેલી
( સાંભળજે તમે અદ્દભુત વાતોએ રાગ ) કહાં ગયા મારા સુગુરુ નેહી? રત્નત્રયીના ધારી રે; જ્ઞાન અપૂર્વ દાન દઈ ગુરુ, જડતા દૂર નીવારી રે. કહાં ૧. સંવત એગણશે બત્રીશે, રાજનગર માઝાર રે; સંયમ લીયા સુવિહિત ગુરુ પાસે, સેળ શિષ્ય પરિવાર રે. કહ૦ ૨. ચરણકરણ ગુણ ધાર અનુપમ, શ્રી ગુરુ આતમરામ રે; જિનશાસન શણગાર મહામુનિ, તરવરમણના ધામ રે. કહ૦ ૩. નય ગમ ભંગ પ્રમાણુ કરીને, જીવાદિકનું સ્વરૂપ રે; ધ્રુવ ઉત્પાદ નાશથી ગુરએ, જાણ્યું નિખિલ અનૂપ રે. કહ૦ ૪. જાણ્યા દ્રવ્ય ગુણ પર્યાય, ધર્માધર્મ આકાશ રે; પુદ્ગળ કાળ અને વળી ચેતન, નિત્યાનિત્ય પ્રકાશ રે. કહ૦ ૫. પરમ કર્યો ઉપકાર ગુરુ તમે, દુમત દૂર નસાય રે; જય જયકાર થયે જિનશાસન, આનંદ અધિક સવાય રે. કહાં ૬. જે ન હેત આ વખત મારા, વચન દીવડા રુડા રે; તે દુષમ અંધારી રાતે, લેતે અમે મત કુડા રે. કહ૦ ૭. વિધાની વૃદ્ધિ કરવામાં, જેના વિવિધ વિચાર રે; એ ગુરુને ઉપકાર કહે કીમ ? ભૂલે આ સંસાર રે. કહ૦ ૮. દેશ બહુ વિચર્યા ગુરાયા, કોડ કર્યા શુભ કામ રે; અંતરઘટમાં શાંતિવિજય પણ, રાખે છે દ્રઢ હામ રે. કહ૦ ૯.
For Private And Personal Use Only