________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૦૦:
મુખ પુનમ શશિ સમ નેત્ર કમળ સુખકાર, મણિ કનક વિનિર્મિત નિરૂપમ ભૂષણ ધાર; ગરુડ વાહન ચકેસરી સેવે બહુ જન પાય, નિધિ ઉદય ચરિત્ર દેવી કરે સુપસાય.
શ્રી સાધુપદની થાય સુરતરુ સમ દયા સિદ્ધચક ગુણધામે, જન પતિતઉધારણું આપે વંછિત કામે; સહુ તાપ શમાવન જળધર સમ સુખકાર, શિવતરફળ સાધન સાધુધર્મ દાતાર. પંચમ પદ નમીએ શિવસાધન અનુકૂળી, આશ્રવ પ્રતિરોધન સંવર ગુણને મૂળ; અપ્રમત્ત પ્રમત્ત વરતે વારંવાર, સા કમ ખપાવે શુકલ ધર્મ વ્યવહાર સિદાત નમે નિત વિનય કરી બહુ યોગ, શ્રી જ્ઞાન આરાધે છેદે કરમનો ભેગ; શ્રુતજલધિ અગાધે નિજ પરિણતિ અવગાહે, શુદ્ધાતમ ભાસિત તત્ત્વરમણની ચાહે. અષ્ટમી શશિ ભાળે શુમ લોચન કજમાન, સુરધનુ શરમાર્જિત શશાંક સમ મુખ જાન; ઈષકમળ મનોહર જિનશાસન ઉજમાળ, નિધિ ઉદય ચરિત્ર ચકેશ્વરી રખવાળ.
For Private And Personal Use Only