________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫૪ :
દગ્ધભૂમિ ચાલ્યો; તિહાં કાજળ ગોળ શાળે, કાઉસગ્નમાં હાલ્યો. ૫. તબ સેમિલ સસરે આવી રે, શિર ઉપર સઘડ કરી ભરી અંગારા તાજા રે, ચાલે દુષ્ટ ઘડી. ૬. તિહાં મુનિવર સમતા ભાવે રે, ક્ષપકશ્રેણી ચડી; તુરંગમ કેવળ બેસી રે, શિવપંથ ચાલ્યો ચડી. ૭. સખી ! ગજસુકમાળ મુનિને રે, ભવિયણુ જે નમશે; તે શિવકમળા સુવિવેકે રે, ન્યાયમુનિ લેશે. ૮.
ભવિષ્યની સઝાય ભવિષ્યમાં લખ્યું હોય તે થાય, ડહાપણું કોઈનું કામ ન આવે; કોડ કરોને ઉપાય, ભવિષ્યમાં લખ્યું હેય તે થાય. ૧. રાજાને મન ર૮ જ લાગી, ત્યારે મૃગયા રમવા જાય; સાધુ મુનિને સંતાપિયા ત્યારે, સર્પદંશ ત્યાં થાય. ભવિ. ૨. મંગળ મુહૂર્તા શુભ
ઘડિયું, પ્રથમ ગ્રહ પૂજાય; પણ જેશી જાણતાં છતાં, રંગભર શીદને રંડાય ? ભવિ. ૩. રામચંદ્ર જાણતાં છતાં, વનમાં શીદને જાય; સતી સીતાને કલંક આવ્યું, ત્યારે રાવણ શિશ રોળાય. ભવિ૦ ૪. અને ભીમ નકુળ સહદેવ, રાજા ધર્મ કહેવાય; પંચે પાંડવ જાણતાં છતાં, દ્રૌપદી શીદને લુંટાય ? ભવિ. ૫. ચંદનબાળા ચઉટે વેચાણ, એને રાખ્યા છે મૂળાગેહ હાથે પગે બેડી સડક્લાએ, તેને રાખ્યા
૧ મૂળા નામની શેઠાણીના ઘરમાં.
For Private And Personal Use Only