________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૨૩ :
જળ વહન કર્યું બાર વરસ લગે નીચનું, નકર થઈને વર્યો ચંડાળ ઘેર જે; દુઃખ સહન કરવામાં મણું રાખી નહિ, તે પણ કમેં જરા ન કીધી મહેર જે. સ. ૧૦ રાક્ષસી રૂપ કરાવી કીધી વિટંબના, તારામતીને ભરી સભાની માંહ્ય જે; નાગ ડસાવી મરણ પમાડયો હિતાશ્વને, વિખૂટે કર્યો તારામતીથી રાય જે. સ. ૧૧ મૃતક અબર લેવા પ્રેતવનેર ગયે, ચંડાળના કહેવાથી નકર રાય જે; આવી સુતારા કુમાર મૃતકને ઊંચકી, દહનક્રિયા કરવા મૂકી કાય જે. સ. ૧૨ રુદન કરતી છાતી ફાટ ને કૂટતી, બેળામાં લઈને બાળક ઉપર પ્રેમ જે; એટલામાં હરિફ આ દોડતે આગળ, ઓળખી રાણીને પૂછે કુશળક્ષેમ જે. સ. ૧૩ સુતારા કહે પુત્ર મરણની આ દશા ! ચંડાળ થઇને મને વેચી દ્વિજ ઘેર જે; રાજપાટ ગયું કુટુંબ-કબીલે વેગળે, પુત્ર મરણથી વર્યો કાળો કેર જે. સ. ૧૪ બાર વરસ લગે ભગીપણું આપે કર્યું, ચાકરડીપણું થયું મારે શિર તેમ જે;
૧ વસ્ત્ર, લુગડું. ૨ શ્મશાન. ૩ હરિશ્ચંદ્ર રાજા.
For Private And Personal Use Only