________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામીશ પરમાનંદ રે ? શ્રી પુંડરીક ૨. તવ બોલે પ્રભુજી વાણુ રે, ઈહ ગિરિવર સુણે સુજાણું રે; તમે પામશે જ્ઞાન નિર્વાણું રે, શ્રી પુંડરીકટ ૩. સુણી પુંડરીક ગણધારી રે, મુનિ પંચ કેડી પરિવારી રે; ઈહાં આવ્યા વેગે દમિતારી રે, શ્રી પુંડરીક ૪. ધ્યાન-ધારામાં ચિત્ત જોડે રે, કઠિન કર્મ બંધનને છેડે રે; ભવભયના પાસને તોડે રે, શ્રી પુંડરીક પ. ચૈત્રી પુનમ દિન સારા રે, જ્ઞાન વરિયા કન્યાઅંધકારા રે; હુવા શિવરમણ ભરથારા રે, શ્રી પુંડરીક ૬. કહે મણિવિજય શુભ ભાવે રે, જે પુંડરીક ગિરિવર ધ્યાવે રે; તે નિશ્ચય શિવમુખ પાવે રે, શ્રી પુંડરીક ૭.
( રાગ ધનાશ્રી, વિસરું નહિ પ્રભુનામ–એ દેશી ) પંડરીકગિરિ અભિધાન, પ્યારું લાગે ડરીગિરિ અભિધાન; જિહાં પુંડરીક ભગવાન, સારું લાગે પુંડરીકગિરિ અભિધાન. ઋષભદેવના પ્રથમ ગણધર, રાષભસેન પુંડરીક; પ્યારું શિવમંદિરનું સ્થાન મળે તે, ન રહે ભવની બીક. પ્યારું, ૧. એક દિન પ્રભુને આવી પૂછે, પિતાના મનને વિચાર; પ્યારું કેવળજ્ઞાન દિવાકર સાથે, કયારે પામીશ ભવપાર ? પ્યારું. ૨. આદિ જિર્ણોદજ ઉત્તર આપે, જોઈને જ્ઞાનને ભાણુ; પ્યારું, સિદ્ધગિરિ તીર્થ પામશે
૧ ત્યારે. ૨ વાણી.
For Private And Personal Use Only