________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ;
પહેલું “ બહુ ” અને કેઈક જીવ છેડા શબ્દ ગ્રહણ કરે છે તેને “અબહુ ” કહે છે. કેઈક જીવ એક શબ્દના ગાઢ હલકા વિગેરે ઘણું ભેદ જાણે તે ત્રીજું “બહુવિધ ” જાણવું. કેઈક થોડા ભેદ જાણે તે “અબહુવિધ ” ચોથું જાણવું. કેઈક શબ્દને તુર્ત ગ્રહણ કરે તે “ ક્ષિપ્ર, જાણવું. કેઈક હળવે હળવે શબ્દને ગ્રહણ કરે તે અક્ષિપ્ર જાણવું. કઈક શબ્દને અનુમાનથી જાણે તે સાતમું સલિંગ જાણવું. કેઈક અનુમાન વિના શબ્દને જાણે તે આઠમું “ અલિંગ ” જાણવું. કેઈક શબ્દને સંદેહ સહિત જાણે તે નવમું “ સંદિગ્ધ મતિજ્ઞાન ” જાણવું. કોઈક સંદેહ રહિત જાણે તે દશમું “ અસંદિગ્ધ ” જાણવું. કોઈક શબ્દને એકવાર જાણતાં બીજી વાર પણ જાણે તે અગીયારમું “ધ્રુવ જાણવું કેઈક વારંવાર જણાવ્યાથી જાણે તે બારમું “ અવ ” જાણવું. અઠ્ઠાવીશ ભેદને બારગુણા કરતાં ૩૩૬ ત્રણસેને છત્રીશ ભેદ થાય છે તેમાં ઓત્પાતિક વિગેરે ચાર પ્રકારની બુદ્ધિ મેળવતાં ૩૪૦ ત્રણસેને ચાલીશ ભેદ મતિજ્ઞાનના થાય છે.
श्रुतज्ञानस्वरूपम्.
મતિજ્ઞાન તે શ્રુતજ્ઞાનનું કારણ છે. ભાવશ્રુતતે મતિજ્ઞાનનું કાર્ય છે. મતિજ્ઞાનતે નિરક્ષર અને “ શ્રુતજ્ઞાનને સાક્ષર વિચારણા વર્ણ રૂપ ” છે. તથા મતિજ્ઞાન તો મુંગુ છે કેઈને પોતાનું સ્વરૂપ કહી શકતું નથી. અને શ્રુતજ્ઞાન અક્ષરરૂપે છે તેથી પરને આપી શકાય છે. શ્રુતજ્ઞાન સ્વપર પ્રકાશક છે, મતિજ્ઞાન થકી ભિન્ન છે. તે મતિજ્ઞાન પશ્ચાત્ શ્રુતજ્ઞાન હોય છે, ન તો
श्रुतोपयोगो मत्युपयोगान पृथग् मत्युपयोगेनैवतत् कार्योपपत्तौ तत् पार्थक्यकल्पनाया व्यर्थत्वात् ।।
For Private And Personal Use Only