________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૬
શ્રી પરમાત્મ જ્યોતિ,
ભાવાર્થ–સિદ્ધાન્ત (સત્યસૂ) જાણે ભય પામ્યાં હોય તેમ પરમાત્મસ્વરૂપ કળે છે, વરતતઃ જતાં પરમાત્માનું સ્વરૂપ વચનગોચર થતું નથી, તેથી તેનું અન્યની આગળ શી રીતે સંપૂર્ણ સ્વરૂપ કથાય? અલબત કહી શકાય નહીં. અરૂપ એવું પરમાત્માનું સ્વરૂપ છે તેને રૂપી વાણું શી રીતે વર્ણવી શકે? અરૂપીનું સ્વરૂપે અકથ્ય છે. अकथकथा जगजीवन तोरी, अंतउदधिथी अनन्त गुणो तुज; ज्ञान महा लघु बुद्धि ज्युं थोरी.
લાઇ, ૨ વાણની પેલી પાર શ્રી પરમાત્માનું સ્વરૂપ છે, વેદાંત પણ નેતિ નેતિ' એ પ્રમાણે પિકાર કરીને કહે છે. આત્માને અનુભવ થતાં તેના સ્વરૂપની કઈક ઝાંખી થાય છે, પણ વાણીમાં એવી શક્તિ નથી કે તે પરમાત્માનું યથાર્થ સ્વરૂપ કહી શકે. આવું પરમાત્માનું ઉત્તમસ્વરૂપ, યે ગિએ મનન કરવું જોઈએ, અનુભવથી ખરેખર પરમાત્માનું સ્વરૂપ જણાશે, અનુભવસૂર્ય ઉગે કંઈ છાને રહેવાને નથી. जिणही पाया तिणही छुपाया, न कहें कोउके कानमे ताळी अनुभव रसकी लागी, तब जागे सहु सानमें. अम अमर भये प्रभु ध्यानमें ॥
આ પ્રમાણે ગીતાર્થધ્યાની મહાત્માઓ અનુભવરસની તાળીમાં પરમાત્માના સ્વરૂપની ઝાંખી થાય છે એમ સ્પષ્ટ બતાવે છે, અનુભવસ્વરૂપની ઝાંખી થવાથી પરમાત્માના સુખને પણ અનુભવ થાય છે. પરમાત્મામાં અનંત સુખ રહ્યું છે, તેને અનુભવ, પિતાને આત્મા કરે છે, પરમાત્મા અનંત સુખ છે તેને અનુભવ થાય કિંતુ તેનું કથન ઉપમાના અભાવે થઈ શકે નહીં તે જણાવે છે.
વા. जानन्नपि यथा म्लेच्छो, नशक्नोति पुरीगुणान् प्रवक्तुमुपमाभावा, त्तथा सिद्धसुखं जनः ॥ २० ॥
For Private And Personal Use Only