________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
શ્રી પરમાત્મા તિ
જ્ઞાન પ્રગટતાં પ્રેમ રહેતું નથી. બંદીખાનાના મનુષ્યની પેઠે જ્ઞાની ઉપાધિરૂપ કેદખાનામાંથી છૂટવા પ્રયત્ન કરે છે, ક્ષણે ક્ષણે આત્મજ્ઞાની ઉપાધિના ઉપર અરૂચિ કરતે જાય છે. લેઢાની બે અથવા સુવર્ણની બેડી સમાન અશાતા શાતાજનક ઉપાધિઓ ઉપર પણ તે સમાન ભાવથી જુએ છે, ઉપાધિથી કષાયને ઉદય થાય છે અને આત્મભાન ભૂલાય છે એમ આત્મજ્ઞાનીને દઢ નિશ્ચય થાય છે, તેથી તેને દેવતાઓ વા દેવીઓ, મોહક પદાર્થોથી લલ. ચાવે તો પણ તે લપટાતું નથી, આત્મજ્ઞાનથી સાધ્યબિંદુ પર માત્મ પદરૂપ રહે છે તેથી આત્મજ્ઞાની દેવલોકની ઐશ્વર્યતારૂપ ઉપાધિને પણ ઈચ્છતો નથી. રાગદ્વેષરૂપ ઉપાધિના હેતુથી દૂર રહેવા સદાકાળ આત્માર્થ પ્રયત્ન કરે છે, પંચ આશ્રવ હતુ.
ને ત્યજે છે, ગ્રહવાસને ત્યાગ કરે છે, કુટુંબસંગને પરિ ત્યાગ કરે છે, આશ્રવના હેતુઓથી દૂર રહી દીક્ષા લેઇ સાધુપણે વિચરે છે, છ કાયના જીની રક્ષા કરે છે. જ્યાં જ્યાં ઉપાધિ દેખાય છે ત્યાંથી આત્મજ્ઞાની દૂર થાય છે, પ્લેગના રોગ સમાન ઉપાધિને સમજે છે. સર્વ ઉપાધિને આત્મબળથી નાશ કરી પર માત્મપદ પામે છે. અનંત મુનિવરે ભૂતકાળમાં ઉપાધિને ત્યાગ કરી પરમાત્મ પદ પામ્યા, પામે છે અને પામશે, ઉપાધિની અસારતાને નિશ્ચય થતાં ખરેખર ઉપાધિ હેય તરીકે અવબોધાય છે, કહ્યું છે કે, યતઃ अरे उपाधि केम तुं वळगी, माराथी थाने अळगी; खरे उपाधि तुं छे होळी, शाने माटे तुं सळगी. हडकवायु कूतर पेठे, संगत हारी हडकाइ, પરમબ્રહ્મનું માન મૂઝાવે, કદી ન થાત તું તા. अरे उपाधि तुजथी आधि, व्याधि पण तुं प्रगटावे; शिकोतरीने चुडेल तुं छे, दुःखना खत्ता खवरावे.
For Private And Personal Use Only