________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ: જાવ્યું પણ મને સમજાતું નથી. આ માની બે સ્ત્રી ઓ છે. એક સુમતિ સ્ત્રી અને બીજી કુમતિ સ્ત્રી છે. કુમતિરૂપ સ્ત્રીને ભાઈ મન છે. માટે કરે પરૂષે એમ કહ્યું કે, મારે સાળ મન સમજતા નથી. એની કેવી વક્રતા છે. આવું ખરાબ મન છે. તેને હું શું કહું એવા ઉદ્દેશથી સાતમી ગાથા કહે છે.
–વ્યાકરણની રીતિ પ્રમાણે “મન” એ નપુસકલિંગી છે. “મન મનસી મનાસિ” આ પ્રમાણે તેનાં રૂપ થાય છે, ગુજરાતી ભાષાના વ્યાકરણ અનુસારે પણ મન કેવું એમ જણાતાં નાન્યતર જાતિમાં ગણાય છે, નપુંસક કરતાં પુરૂષમાં પુરૂષાર્થ વિશેષ હોય છે. છતાં પણ આ મનની બાબતમાં તેથી ઉલટું જણાય છે. મન નપુંસક હોવા છતાં પણ પુલિંગને ધારણ કરનાર એવા આત્માઓને હઠાવે છે અને આત્માઓને પોતાના વશ કરે છે. મનના કહ્યા પ્રમાણે આત્માઓ સંસારમાં પ્રવૃત્તિ કરે છે. મન જ્યાં લઈ જાય છે ત્યાં આત્માઓ જાય છે. મન જેમ ન ચાવે છે તેમ આત્માઓ નાચે છે, કુદે છે, હસે છે, રૂએ છે, દડે છે. ચેષ્ટા કરે છે, મન આ પ્રમાણે આત્માઓને રાગ દ્વેષના પાશથી સંસારમાં ફસાવે છે, મન વિનાની સઘળી બાબતમાં આત્માઓ સામર્થ્યવાળા દેખાય છે. પણ મનને વશ કરી શકતા નથી. મનને કેઈ જીતી શકતું નથી. આવા પ્રકારનું મન જે વશ કરવામાં આવે તો સર્વ કાર્યની સિદ્ધિ થાય તે બાબતને ઉદ્દેશી આઠમી ગાથા કહે છે.
૮–જે આત્માએ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મન સાધતાં સર્વ સાધનાની પૂર્ણતા થાય છે. અનેક પ્રકારની તપ, જપ, પડિલેહણ, પ્રતિકમણ વિગેરે સાધનાઓથી પણ મનને જીતવાનું છું. અને જ્યારે મન જીતાયું ત્યારે સઘળી સાધનાઓ પૂર્ણ થઈ કઈ પણ વસ્તુ સિદ્ધ કરવાની બાકી રહેતી નથી. જેમ પારો બરાબર મારવામાં આવે તે સુવર્ણ સિદ્ધિ થાય છે. તેમ મન પાર મારવામાં આવે તે પરમાતમપદની સિદ્ધિ થાય છે, કઈ પણ
For Private And Personal Use Only