________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૪ર૭ શ્રી સદગુરૂ કહે છે. હે જીવનચંદ્ર, અત્યુત્તમ પ્રશ્ન કર્યો. રાગને નાશ, જ્ઞાનથી તથા ધ્યાનથી થાય છે. પ્રથમ તે સમજવું કે રાગને ઉત્પન્ન કરનાર અજ્ઞાન છે. આ સંસારમાં રાગ સમાન એકે બંધન નથી. શ્રી આદ્રકુમાર મુનિ રાગના કારણથી પુત્રનું કહેવું માની સંસારમાં રહ્યા. શ્રી ગૌતમસ્વામીએ જ્યાં સુધી શ્રી મહાવીર પ્રભુપર રાગ ધારણ કર્યો, તાવત્ તેમને કેવલજ્ઞાન થયું નહિ, ત્યારે શા માટે રાગ ધારણ કરવું જોઈએ ? રાગના
ગથી આત્માના પ્રદેશને લાગેલાં કર્મનાં આવરણે ટળતાં નથી. રાગ ગમે તે પ્રકાર હોય તો પણ તે આત્માના ગુણનું આચ્છાદન કરનાર છે. પણ આત્માના ગુણોને પ્રકાશ કરનાર નથી, એકે કઇન્દ્રિયના વિષયના રાગથી હરિણ, સર્પ, ભ્રમર, મીન, હસ્તિ, વગેરે પ્રાણીઓ મરણના પંજામાં ફસાય છે તે પાંચ ઇન્દ્રિયના વિષયમાં વા સર્વ ઈષ્ટ જડવસ્તુ પર રાગ કરવામાં આવે તે આત્મા કેટલી અવનતિ પામે ? તે વિચારવું જોઈએ. શુદ્ધાત્મસ્વરૂપના ઉપગમાંથી ભ્રષ્ટ કરાવી આત્માને જડ જે બનાવી દેનાર રાગ છે. શત્રભૂત રાગ પ્રબળ છે તો પણ તેને જીતી અનેક જીવો મુક્તિપદ પામ્યા, પામે છે, અને પામશે. શ્રી વશ તીર્થંકરેએ રાગને સમૂલ નાશ કર્યો. પ્રથમ તે સાંસારિક વસ્તુઓ પર થતા રાગને અટકાવી ધર્મ, દેવ, ગુરૂ પર રાગ ધારણ કરે. સાંસારિક વસ્તુઓ પર જે રાગ થાય છે તેને “અપ્રશસ્યરાગ” કહે છે અને આત્મા અને આત્માને ધર્મ ખીલે એવા નિમિત્તભૂત ગુરૂદેવ, શાસ્ત્ર આદિપર જે રોગ થાય છે તેને “પ્રશસ્યાગ કહે છે. અપ્રશસ્યાગ કરતાં પ્રશસ્યરાગ” બહુ શ્રેષ્ઠ છે. પ્રતિદિન જ્ઞાન વૈરાગ્યને અભ્યાસ કરી અપ્રશસ્યરાગને પરિહરી પ્રશસ્ય વસ્તુ
પર રાગ કરે. દેવગુરૂ અને ધર્મના રાગથી આત્મા આત્માની દશાને પામવાના સદુપાયે મેળવતે જાય છે. “પ્રશસ્યરાગ” માંથી પણ અંતે દર થઈ “વિતરાગસ્વરૂપમય થવું'. જયાં સુધી રાગરહિત દશામાં ન વતાય અને ‘અપ્રશસ્ય ન છૂટે ત્યાં
For Private And Personal Use Only