________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ર
શ્રી પરમાત્મ જાંતઃ
થાય છે. પરમાત્મા થયા બાદ પાંચ પ્રકારના અંતરાયમાંને એક પણ અંતરાય, લેશ માત્ર રહેતું નથી. પાંચ પ્રકારના અંતરાઅને નાશ થવાથી પાંચ લબ્ધિ ક્ષાયિક ભાવે પ્રગટે છે, સમક્તિ મોહિનીય, મિથ્યાત્વમોહનીય, અને મિશ્ર મેહનીયરૂપદર્શન મોહનીય મિથ્યાત્વરૂપ ગણાય છે. તેને જેણે ક્ષાયિક ભાવે ક્ષય કર્યો છે એવા પરમાત્મા જાણવા.
જગમાં દુઃખનું મૂળ હાંસી અને રેગનું મૂળ ખાંસી કહેવાય છે. હાંસીથી સ્વપરનું હિત થતું નથી. હાંસીથી વૈર ઝેર ઉત્પન્ન થાય છે. હાંસીમાં ખરેખર કંઈ આનંદ નથી. જેણે જગના પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે તેને હાંસી કયાંથી આવે, હાંસીને નાશ કરી જે પરમાત્મા થયા છે. તેમનામાં હાસ્ય નથી. સાનુકૂળ ઈષ્ટ સંગ પામી મકલાવું, હર્ષયમાન થવું, અને પ્રતિકૂલ અનિષ્ટ પામી દુઃખી થવું. એવી રતિ અને અરતિને સદભાવ જેનામાં નથી તે પરમાત્મા છે. ભવ્યજીએ પરમાત્મા થવું હોય તે રતિ અને અરતિ હદયમાં ધારણ કરવી નહીં, પુણ્યના સંગોમાં મકલાઈ જવું અને દુઃખના સંગમાં દુઃખી થવાથી આત્મા ઉચ્ચ કોટિપર ચઢી શકતું નથી. આત્માની પરમાત્માવસ્થા પ્રગટાવવામાં રતિ અને અરતિ, વિન્ન કરે છે. રતિ અને અરતિરૂપ દે હદયમાંથી દૂર થાય છે. ત્યારે પરમાત્માની કળાની કંઈક ઝાંખી થાય છે. જે ભવ્ય, આમદષ્ટિને ત્યાગ કરી બહિરાત્મ દષ્ટિના ઉપયોગે વત છે તેને રતિ અને અરતિ વળગે છે, પણ જે ઇનિષ્ટ સગમાં પણ અન્તરાત્મ દષ્ટિથી શુધ્ધપગમાં વર્તે છે તેને રતિ અરતિ વળગતાં નથી. અર્થાત્ તે રતિ અને અરતિથી છૂટે થાય છે, પરમાત્માએ પણ સાધક અવસ્થામાં રતિ અને અરતિના સોગમાં નિર્લેપ મન રાખ્યું હતું. અર્થત રતિ અને અરતિમાં મુંઝાયા નહિ. સુખ દુખ કર્યું નહીં. ધારણા અને આત્મધ્યાન, સ્થિર પગથી કર્યું ત્યારે પરમાત્મા થયા, રતિ અને અરતિ એ
For Private And Personal Use Only