________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૩૬૯
सार लह्या वण भार को श्रुत, खर दृष्टांत प्रमाण. चिदानन्द अध्यातम शैली, समज परे एक तानरे. घटमां.
આ પ્રમાણે ચિદાનંદજી પણ અનુભવજ્ઞાન સંબંધી ઉગાર કાઢે છે, સર્વ પ્રકારના અનુભવજ્ઞાનમાં આત્માનું અનુભવજ્ઞાન શ્રેષ્ઠ છે. શાસ્ત્રાભ્યાસ, સમાગમ, અને ધ્યાનથી અનુભવજ્ઞાન પ્રગટે છે. આત્મસ્વરૂપની અવધૂતદશાને અનુભવ થતાં જાણ વાનું કંઈ બાકી રહેતું નથી. તે વિના બાકીનું પિપટની પેઠે શુષ્કજ્ઞાન સમજવું. અનુભવજ્ઞાનિયેની સંગતિ કરતાં અનુભવ હદયમાં પ્રગટે છે. ભિન્ન ભિન્ન માર્ગમાં દર્શનમાં પંથમાં રહેલા પુરૂ સદ્દગુણોની પ્રાપ્તિથી પરમાત્મ સ્વરૂપને પામે છે. તે દર્શાવે છે.
આશ. जितेन्द्रिया जितक्रोधा, दान्तात्मानः शुभाशयाः परमात्मगतिं यान्ति, विभिन्नैरपिवर्त्मभिः
टीका-जितेन्द्रिया जितानि इन्द्रियाणि यैस्ते । क्रोधजेनारः। दमित आत्मायैस्तेदान्तात्मानः । शुभाशया निर्मलपरिणाम धारका एतादृशो महात्माना विविधप्रकारै दर्शनमार्गः परमात्मानो गति प्राप्नुवन्ति ॥ ११ ॥
ભાવા –જેઓએ ઇન્દ્રિય જીતી છે એવા તથા ધના ગ્રહણથી ક્રોધ, માન, માયા, અને લેભરૂપ કષાયને જેઓએ જીત્યા છે. જેઓએ આત્માને દયે છે, નિર્મલપરિણામ (શુદ્ધ વિચાર) ધારણ કરનારા મહાત્માઓ વિવિધ પ્રકારના માર્ગેથી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. પરમાત્મસ્વરૂપલક્ષ્યપદ જેઓએ ધારણ કર્યું છે તેઓ પરમાત્મપદને પામે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. મહાત્માઓ આત્માને જ ઉદેશીને વાણીના ઉદ્ગાર કાઢે છે. અને આત્માનું જ ધ્યાન ધરે છે. આત્માને જ ઉપાસ્ય ગણે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને
૪૭,
For Private And Personal Use Only