________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૦૭ દોષી હોય તે પણ આત્માને શું, સર્વ જી પિતપોતાનું કર્યું ભગવશે. કોઈના ભલામાં ચિત્તવૃત્તિ દેવી જોઈએ. કેઈ જીવ આળ ચઢાવે છે તે પ્રસંગે જ્ઞાની પુરૂષે મનમાં વિચારવું કે, હું નિર્દોષ છું તે સદેષી થવાને નથી, હું મનુષ્ય છું અને કે મને વનસ્પતિ કહે તેથી કંઈ હું વનસ્પતિ થવાનું નથી. તેમ હું અમુક બાબતમાં પવિત્ર છું છતાં કેઈ અપવિત્ર કહે તેથી કઈ મારૂ જતું નથી. આળ દેનારની જેવી દષ્ટિ છે તેવું ફળ તે ભગવશે. આળ દેનારનું હું કેમ ભૂંડું કરવા વિચાર કરૂં! આળ દેનાર પુરૂષે પોતાની મેળે પિતાનું ભૂંડું કર્યું છે, મારે તે ઉલટી તેની દયા ચિંતવવી જોઈએ, આળ દેનાર જીવની સારી બુદ્ધિ થાઓ એવી શુભ ભાવના કરવી જોઈએ, આળ દેનાર કર્મને આધીન છે, અહે તે આળ દેઈ મારૂ શું ભૂંડું કરી શકશે. અલબત કંઈ પણ નહીં, જે હું ખરાબ છું તો હારૂ ભૂંડું પિતેજ કર્યું છે તે હવે ઉચ્ચ ભાવનાથી સુધરવું જોઈએ એમ શુભ ભાવના કરવી, કેઈ આળ ચઢાવે તે જ્ઞાનીએ ગભરાવું નહિ. તેવા પ્રસંગે આત્મસ્વરૂપ ચિંતવવું, ખરાબ લાગણી થતી અટકાવવી. “સ્વદયા’ અને પરદયાના વિચારે કરવા, ઉત્તમ પુરૂષોના ઉપર કલંક ચઢયા ત્યારે તેઓએ સમભાવ રાખે તેને વિચાર કરવો, નવીન કર્મ તેવા પ્રસંગે લાગે છે માટે તેવા પ્રસંગે આત્માના વિચારો પ્રગટાવવા વૈર્ય ધારણ કરવું. સર્વ સારૂ થશે.
સત્યને રાતે જય” થશે એમ તીવ્ર વેગથી ભાવના ભાવવી, અનેક સતીઓ ઉપર કલંક ચઢયાં છે. તે સતીઓએ ધર્મ ધારણ કર્યું હતું તેમ ભવ્યજીએ પણ કલંકના પ્રસંગે ધૈર્ય ધારણ કરવું, મનમાં આત્મસ્વરૂપ ચિંતવવું. સવિચારથી કરેલ કમ ભગવાશે અને નવીન કર્મ બંધાશે નહીં, કલંક (આળ) આત્માને લાગતું નથી. નામરૂપથી વસ્તુતઃ આત્મા ભિન્ન છે તે કોઈ આત્માને ગમે તેમ કહે તેથી કંઈ આમાનું બગડતું નથી. આમ શુદ્ધામ સ્વરૂપમાં તલ્લીન થવાથી અનંત સુખ ભગવાય છે અને કમ
For Private And Personal Use Only