________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
શ્રી પરમાત્મ જયતિઃ
કીર્તિમામ કર્મણિક છે કીર્તિને ઉદય ક્ષણિક છે. કીર્તિ સદાકાલ એક સરખી રહેવી મુશ્કેલ છે. કીર્તિના પુદ્ગલ પ્રપંચમાં મારા આત્માને ધર્મ નથી. વાદળથી છાયા પર કીર્તિ અને અપકીર્તિ નામકર્મ ઉદયમાં આવે છે, અને વિનાશ પામે છે. તેમાં મમત્વ શું કરવું જોઈએ, કીર્તિનામકર્મ શતાવેદનીયનું કારણ છે, અને અપકીર્તિનામ કર્મ અશાતા વેદનીયનું કારણ છે. બન્નેમાં જ્ઞાની સમભાવ ધારણ કરે છે અને બન્નેને ભોગવે છે. કેટલાક કેઈ અ પકીર્તિ ગાય છે તે નાખુશ થાય છે અને અપકીર્તિ ગાનારના ઉપર કોધ કરે છે, વૈર રાખે છે, પણ વસ્તુતઃ તેઓ વિચાર કરશે તે માલુમ પડશે કે, અપકીર્તિ ગાવાથી આત્માના ધર્મ નષ્ટ થવાના નથી. જે બાબતમાં લેકે અપકીર્તિ કરે છે તે બાબતમાં જે હું સારો છું તે ભલે કેઈના ખરાબ કહેવાથી હું ખરાબ થવાનો નથી. તેમજ હું અમુક વિષયમાં ખરાબ છું અને લેકે કદાપિ કીર્તિના વિપાકથી ખરાબ છતાં તે બાબતમાં સારો કહેશે તેથી હું કંઈ સારે થઈ જવાને નથી. મનુષ્ય સદગુણોથી ઉત્તમ થઈ શકે છે. અને દણથી નીચ થાય છે. કીર્તિ અને અપકીર્તિ સંબંધી લક્ષ્ય ન દેતાં આત્માના ગુણે પ્રાપ્ત કરવા સમભાવથી પ્રયત્ન કરવો જોઈએ. કીર્તિને ઉદેશી શુભ કૃત્ય કરવાં જોઈએ નહિ, પણ મારે પર હિતાર્થે શુભકૃત્યે નિસ્પૃહભાવથી કરવાં એમ ઉચ્ચભાવના રાખવી જોઈએ. અમુક મને સારે કહે માટે મારે સારૂ કરવું જોઈએ એવી કામના મનમાં રાખવી નહિ, કામના વિના શુભકૃત્ય કરવાં જોઈએ. કેઈ કીર્તિ આદિની ઈચ્છાવિના શુભ પ્રવૃત્તિ કરે છે છતાં તેને લેકો આ તે કીર્તિમાટે સર્વ શુભકૃત્ય કરે છે એમ કહે તેથી તેણે તે લેકે ઉપર ગુસ્સે થવું નહિ. કારણકે પિતાને આત્મા તે નથી તે લોકેના કહેવાથી શું થઈ
એવા પ્રસંગે લેકોની આગળ કામના વિનાની ભાવનાની સિદ્ધિ કરવા શા માટે બોલવું જોઈએ. દુનિયામાં પ્રત્યેક મનુષ્ય જેને પિતાને ઉદ્દેશ સમજાવતાં કઈ સત્ય માને કેઈ અસત્ય માને
For Private And Personal Use Only