________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૭૫ છે ને જાય છે, એકસરખી સ્થિતિ રહેતી નથી. ક્ષણિક વિપાકના ફલમાં કેમ મુંઝાવું જોઈએ, વિપાકફલ ક્ષણિક છે. સદાકાળ કે વિપાક રહ્યું નથી અને રહેવાને નથી. શુભાશુભ વિપાકેથી નિશ્ચયતઃ આત્મા ભિન્ન છે, શુભાશુભ વિપાકમાં અહંન્દુ અને મમત્વ કલ્પવું એગ્ય નથી, અશાતા વેદનીયના વિપાકથી કે મહાગી થયા હોય ત્યારે તે મહા વિલાપ કરે છે. બુમ પાડે છે, પણ વરતુતઃ વિચારે તે તેવું દુઃખ પૈર્ય ધરી સહવું જોઈએ. કેઈ શાતાદનીય ઉદયથી રાજા વાલમીપતિ થાય ત્યારે તેણે અહંકાર કરે જોઈએ નહિ. જડના સગે શું વાચવું અને શે શેક કરવો જોઈએ, પ્રત્યેક કર્મની પ્રકૃતિ ઉદયમાં આવે છે. અને પિતાનું ફલ દેખાડે છે ઘાતકકર્મની પ્રકૃતિ આત્માના ગુણેનું આચ્છાદન કરે છે, ઘાતકપ્રકૃતિના ઉદયને નાશ અભ્યાસ બળથી થઈ શકે છે. આત્મજ્ઞાન ધ્યાનાભ્યાસથી ઘાતક કર્મને નાશ થાય છે. અનંતજીવોએ ઘાતક કર્મને નાશ કર્યો તેથી સિદ્ધબુદ્ધ થયા, વિપાકનાં ફળોમાં મારાપણું ક૯પવું નહિ તટસ્થ ભાવે રહી સમભાવથી શુભાશુભ વિપાકે ભેગવવા જોઈએ, જેજે કર્મ સત્તામાં રહ્યાં છે તેતે કર્મ ઉદયમાં આવે છે. બીજનું વૃક્ષ થાય છે તેમ સત્તામાં રહેલાં કર્મ ઉદયમાં આવે છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને વેગથી કર્મ બંધાય છે, વેદાંતમાં સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ એ ત્રણ પ્રકારનાં કર્મ કહ્યાં છે. મિથ્યાત્વ અવિરતિ કષાય અને એગ કેઈ અપેક્ષાએ ક્રિયમાણકર્મ પણ કહેવાય છે. મિથ્યાત્વ અવિરતિ કષાય અને વેગ સર્વ આત્માથી વસ્તુતઃ ભિન્ન છે, પરભાવરૂપ છે. એ ચાર હેતુઓની પ્રવૃત્તિ બંધ પડતાં કર્મ બંધાતાં નથી, અને ઉદયમાં પણ આવતાં નથી. અને તેથી શુભાશુભ ફળ પણ ભેગવવું પડતું નથી. વિપાકથી જીવ કંટાળે છે અને મેહના ભેગથી પાછો વિપાકના હેતુઓને ગ્રહણ કરે છે, પણ વિવેક દષ્ટિથી જીવ વિચારે તે ચારિત્રમાઈને ગ્રહણ કરી શકે, ચારિત્રમાર્ગ ગ્રહણ થાય તે ગ્રહણ કરેલાં
For Private And Personal Use Only