________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: જ્ઞાન કરવું, શુદ્ધાત્મસ્વરૂપને ઉપયોગ તેજ કાર્ય સાધક જ્ઞાન છે, “ભક્તિમાર્ગ, વૈરાગ્યમાર્ગ અને જ્ઞાનમાર્ગ” એ ત્રણ માર્ગ મુક્તિના સાધક છે. પરમાત્મ સ્વરૂપના સાધક એ ત્રણ હેવાથી એત્રણનું વારંવાર સેવન કરવું. ચોથું સમકિત ગુણઠાણું છે. ત્યાં ભક્તિની મુખ્યતા છે. કલિકાળમાં ભક્તિ માર્ગનું વિશેષતઃ અવલંબન કરવું જોઈએ. દેવ ગુરૂ ધર્મની ભક્તિ કરવાથી સમકિત નિર્મલ થાય છે. ભકિતમાર્ગથી વૈરાગ્યમાર્ગમાં પ્રવેશ થાય છે. ભકિતમાર્ગમાં આનંદની ખુમારી અનુભવમાં આવે છે ભક્તિ કરનાર પુરૂષ પાછો પડતું નથી. શ્રેણિક રાજાને શ્રી વીરપ્રભુની ભક્તિ કરવામાં ઘણે રાગ હતા. શ્રેણિકરાજાનું ભક્તિથી કાર્ય સિદ્ધ થયું. “ભક્તિઆધીન પ્રભુ આતમા ભવ તરે” તથા વળી કહ્યું છે કે, “ભક્તિની ધૂનમાં દેવ છે આતમા ” ભકિતથી મનુષ્ય ઉર્ધ્વ ચઢે છે, ભકિતથી જ્ઞાન મળે છે. માટે ભક્તિના અપૂર્વ તત્વને અંગીકાર કરવું. ભકિત કરતાં ગુણઠાણું પમાય છે. અને સમતિ પામ્યું હોય છે તે તેની નિર્મળતા થાય છે. દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકમાં તથા સર્વ વિરતિ નામના ષષ્ટગુણસ્થાનકમાં વૈરાગ્ય માર્ગની મુખ્યતા છે. દેશવ્રત અને સર્વતઃ વ્રતને પાળવામાં વૈરાગ્યની પૂર્ણ જરૂર છે. વૈરાગ્યની મુ
ખતા સ્વપરને દેખાય છે. ક્ષીણમેહાદિક ગુણઠાણ પણ જ્ઞાનદશાની મુખ્યતાવાળાં છે, અપ્રમત્ત દશામાં ચારિત્રની મુખ્યતા છે. ચેથા ગુણઠાણે જ્ઞાન દશા છે પણ તેની ગણતા છે. કહ્યું છે કેयज्ञानमेव न भवति, यस्मिनुदिते विभाति रागगणः ॥ तमसः कुतोऽस्ति शक्ति, दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १॥
ચેથા ગુણઠાણે હિંસા વિગેરે અવૃત તથા રાગ દ્વેષથી આ ત્મા નિવૃતિ પામ્યું નથી. તેથી ચેથા ગુણઠાણે જ્ઞાનનું વિરતિ નથી. તેથી જ્ઞાનની ગણતા કહી છે. ચેથા ગુણઠાણે ભકિતની પ્રધાનતા છે અને ભક્તિથી ચેથા ગુણઠાણાની શોભા છે. ભક્તિ વૈરાગ્ય, ચારિત્ર, જ્ઞાન વિગેરે મેક્ષના પંથે છે. તેમાં પણ જ્ઞા
For Private And Personal Use Only