________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
ન વાદે તે પણ શું ગયું. જેને જેવી બુદ્ધિ તેને તેવું ફળ પ્રાપ્ત થશે એમાં મારે શું એમ જાણું સત્યશાંતિશોધક સમભાવ ધારણ કરે છે, જ્ઞાની કહે છે કે આવી સામ્યવસ્થા તું ધારણ કરીશ તે તું આત્માને અને આત્માની સત્યશાંતિને જ્ઞાતા થઈશ. અને ભગવાનનું સ્વરૂપ જાણુશ. વળી કહે છે કે, જગત્માં રહેલા ત્રણ અને સ્થાવર જીને સમગણે. તૃણ અને મણિમાં પણ સમાનતા જાણે, અર્થાત્ તેમાં રહેલી ઈછાનિષ્ઠ બુદ્ધિ પરિહરે તથા મૂલ્યવાનું અને અમૂલ્યવાનપણાની બુદ્ધિ જડમાંથી નીકળી જાય. ત્યારે આત્મા સત્યશાંતિ પામે છે. તેમજ મુક્તિ અને સંસારમાં પણ ઉત્તમ જ્ઞાનથી સમાનતા ભાસે. મુક્તિ ઉપર રાગ ન થાય અને સંસા૨માં અરૂચિ અથાત્ દ્વેષ ન થાય. સારાંશ કે, રાગ અને દ્વેષપણું મુક્તિમાં અને સંસારમાં હોય નહીં. રાગદ્વેષને નાશ થાય. એવી દશામાં આત્મા સત્યશાંતિને અનંતાનંદ ભેગવી શકે છે. આવી દશાવાળા મહાત્માઓ શાંતિરૂપ હોડીથી સંસારરૂપ સમુદ્રને તરી જાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે,
लाभालाभे सुखे दुःखे, जीविते मरणे तथा; स्तुति निन्दा विधानेच, साधवः समचेतसः (?)
લાભમાં, અલાભમાં, સુખમાં, દુઃખમાં, જીવવામાં, મરણમાં, હતુતિમાં, નિન્દામાં સાધુ સમભાવ ધારણ કરનારા હોય છે. શ્રી ગુરૂવર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સમભાવનું માહાત્મ્ય નીચે મુજબ કહે છે.
શ. आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्तौ बधिरांधमूकः सदाचिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी. १
આમ પ્રવૃત્તિમાં જાગનાર અને પરસ્વભાવની પ્રવૃત્તિમાં બધિર અંધ અને મૂક એ અને હમેશ ચિદાનન્દપદને ઉપયેગી એ પુરૂષ સમતા ભાવને પામે છે.
For Private And Personal Use Only