________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૨૪૩ માટે. મિથ્યાત્વાદિવાસિત ચિત્તવાળા દુષ્ટજનોની સંગતિને ભવ્યજીવ ત્યાગ કરે. અસત્ સંગતિથી આત્માના નિર્મલ પરિણામની પ્રાપ્તિ થતી નથી. અસતું સંગતિ હાલાહલ વિષ સમાન છે. ના સ્તિકજનોની સંગતિથી જીવ મિથ્યાત્વ બુદ્ધિ ધારણ કરે છે. માટે જિનાગમ શ્રદ્ધાવાળા આસ્તિકજનની મોક્ષાભિલાષી સંગતિ કરે. સુગુરૂકુળવાસ સેવનારા ગીતાર્થ મુનિવરેની સંગતિ દેવતાની સંગતિ કરતાં પણ મોટી છે માટે સુગુરૂની સંગતિ કરવી અને યથાશક્તિયોગ સામર્થ્ય પ્રમાણે મુક્તિના હેતુઓને અંગીકાર કરવા. આત્મવીર્ય પ્રમાણે આત્મધર્મમાં સંયમથી પ્રવૃત્તિ કરવાથી કર્મને નાશ થાય છે. વિકલ૫ સંક૯પ ટળે છે અને તેથી સત્યશાંતિને અલખ પ્રદેશ અનુભવાય છે. વાણીને સંયમ કરે, કાયાને સ્થિર કરે, મનને આત્મસન્મુખવાળે એમ અવિચ્છિન્ન પુરૂષાર્થ કરવાથી સત્યશાંતિનું સ્વરૂપ પ્રકાશી નીકળે છે. તે સંબંધી વિશેષ ઉપાયે દર્શાવે છે. मान अपमान चित्त समगणे, समगणे कनक पाषाणरे; वन्दक निन्दक समगणे, इसो होय तुज जाणरे. शांति. ९ सर्व जग जंतुने समगणे, समगणे तृणमणि भावरे मुक्तिसंसार बेहु समगणे, मुणे भवजलनिधि नावरे. शांति. १०
શાંતિસ્વરૂપ પામનારની આત્મનિકા જણાવે છે. સત્યશાંતિશોધક માન અને અપમાનને સમગણે. માન અને અપમાન કંઈ આત્માને ધર્મ નથી. માનથી આત્મામાં કંઈ આવતું નથી. અને અપમાનથી આત્માનું કંઈ જતું નથી. માટે શા માટે માન અને પમાનમાં ભેદ ભાવ રાખું એમ વિચારી જ્ઞાની માન અપમાનમાં સામ્યપણું ધારણ કરે છે. કનક અને પાષાણ પણ પૃથ્વી કાયનાં દળીયાં છે. અને તે જડ છે. તે સત્યરૂદ્ધિ નથી તે તેમાં ઈષ્ટનિષ્ટપણું હું કેમ કહ્યું એમ વિચારી ભવ્યજીવ બેમાં સમભાવ ધારણ કરે. કોઈ ઉત્તમ જાણ વાંદે તો આત્માને શું અને કઈ
For Private And Personal Use Only