________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
દાંત પીસીને મારવા લાગ્યા. ત્યારે ચંડાલની પણ હજારે લેકે ના દેખતાં કહેવા લાગી કે તું મારો ધણી છે તેથી તને છોડવાની નથી. ચંડાલણનું આવું વચન સાંભળી કેટલાક લેકે વહેમી બન્યા અને વિચારવા લાગ્યા કે, ભાઈ દાળમાં કાળું હોય એમ લાગે છે. કારણ વિના ચંડાલણ બ્રાહ્મણને વળગે નહિ. બ્રાહ્મણના ઘેર દરરોજ આ ભગીએણ વાળવા જાય છે. રૂપવંતી છે. માટે કામનાયેગે આડે વ્યવહાર હોય તે જ્ઞાની જાણે, કેટલાક એમ કહેવા લાગ્યા છે. બ્રાહ્મણ બહુ પવિત્ર છે માટે આડા વ્યવ. હારની શંકા સંભવતી નથી કેટલાક એમ કહેવા લાગ્યા કે આમાં કંઈ ગુઢ રહસ્ય છે. ઝઘડાનું પરિણામ જણાશે ત્યારે નિશ્ચય થશે. કેટલાક અશુચિ બ્રાહ્મણને અપરાધ કાઢવા લાગ્યા. કેટલાક ચંડાલણને વાંક કાઢવા લાગ્યા, વિશેષ શું કહેવું. દુનિયા દેરંગી છે તેથી જેના મનમાં જે આવે તે કહેવા લાગી. બહશુચિ બ્રાહ્મણ રાજ્ય દરબારમાં ચંડાલણી સાથે ગયે. રાજા પિતાના પુરોહિતની વિચિત્ર દશા જોઈ ખેદાતુર થયે. પણ ન્યાય કર્યા વિના કંઈ પણ કરી શકાય નહીં. એમ રાજ્ય નીતિ છે. રાજા આ બનેને શે ન્યાય આપશે તે જોવાને હજારો લોકો ભેગાં થયાં હતાં. બહુશુચિ બ્રાહ્મણના મનમાં એ વિચાર આવ્યું કે અરે મેં જે આ ચંડાલણીને સતાવી ન હોત તો મારી અવસ્થા થાત નહીં. મારે જ વાંક છે. મેં નકામે ક્રોધ કર્યો. તેથી મારી ફજેતી થઈ. એમ વિચારી શાંત થઈ ચંડાલણને કહેવા લાગ્યું કે, અરે તું મારી કેમ ફજેતી કરાવે છે. મારો વાંક છે. હું ભૂલ્ય. તને મારી, માટે મારે ગુન્હો માફ કર, એમ કહી શાંત થયે. ત્યારે ચંડાલણએ બ્રાહ્મણને હાથ છેડી દીધે, અને કહ્યું કે આ બ્રાહ્મણ મારે ધણી નથી. રાજાએ તેનું કારણ પુછ્યું ત્યારે ચંડાલણીએ કહ્યું કે જે આપ પૂજ્ય મને અભયદાન આપે તે હું સર્વ વાત સત્ય કહું. રાજાએ અભયદાન આપ્યું. ત્યારે ચંડાલણ હજારો મનુષ્યની સભા સમક્ષ કહેવા લાગી કે, હે રાજનું
For Private And Personal Use Only