________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જતિઃ
એનું અવલંબન કરી શુદ્ધપાગમાં રહેવું. સર્વ જીવોને શુદ્ધ પગ મુક્તિને એક માર્ગ છે. પન્નરભેદે સિદ્ધ થનાર પણ શુદ્ધપગવિના સિદ્ધ થતા નથી. શુદ્ધપગ માટે વ્યવહારનયનું અવલંબન કરવું કારણ કે વ્યવહારનયથી પર ઉપકાર અને ચતુર્વિધ સંઘ નિર્મલ રહે છે, નિશ્ચયનયથી આત્માની ખરેખરી શુદ્ધિ થાય છે. એમ પ્રત્યેક જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાઓ વિચારવી તે “આજ્ઞાવિચધ્યાન' જાણવું. ધર્મ ધ્યાનને “અપાય વિચય” નામને બીજે પામે છે, અષ્ટ પ્રકારનાં કર્મ તે અપાય છે, રાગદ્વેષથી જીવ ચોરાશી લાખ જીવનિમાં વારંવાર ભ્રમણ કરે છે. જગમાં સર્વ જીવો રાગદ્વેષના વશમાં પડ્યા છે. રાગ શ્રેષને નાશ કરનારા જી અપ હોય છે. ઈષ્ટ વસ્તપર રાગ અને અનિષ્ટ વસ્તુપર હૅષ થાય છે, મનમાં કોઈ વસ્તુ ઈષ્ટ જ. થાય છે તે તે ઉપર રાગ થાય છે અને તે વરતું કારણ પ્રસંગે અનિષ્ટ જણાય છે તો તે ઉપર દ્વેષ થાય છે. અનિષ્ટ વસ્તુ પર પણ ઈષ્ટ બુદ્ધિ થવાથી રોગ થાય છે. જગમાં કઈ વસ્તુ પર કેઈને રાગ હોય છે તે તે વસ્તુ પર અન્યને દ્વેષ હોય છે. અને કઈને કઈ વસ્તુ ઉપર દ્વેષ હોય છે તે તે વસ્તુ પર અન્યને રાગ હોય છે. ઈષ્ટબુદ્ધિ અનિષ્ઠ બુદ્ધિથી જીવ રાગ દ્વેષ કરી મહા દુઃખી થાય છે, શ્રી સર્વ ભગવાને નિર્ણય કર્યો છે કે, પુગલ વસ્તુ પર થતા ઈષ્ટભાવ અને અનિષ્ટભાવ સંસારમાં પરિભ્રમણ કરાવે છે. જ્યારે પુગલ વસ્તુઓ ક્ષણિક છે ત્યારે પગલિક વસ્તુઓ ઉપર ઇકબુદ્ધિ ધારણ કરવી તે અવિવેકજ ગણાય, તેમ જ પિગલિક વસ્તુઓ પિતે દુઃખ આપવા સમર્થ નથી તેથી તે વસ્તુઓ ઉપર દ્વેષ કરે તે પણ અગ્ય ગણાય, દાખલા તરીકે અફીણ, સેમલ વિગેરે વિષ છે તે કઈકને ઈ પણ દવા વિગે. રેથી લાગે છે. અને કેઈકના પ્રાણ જાય તેથી તેને અનિષ્ટ પણ લાગે છે. પણ વસ્તુતઃ જઈએ તે તેના ઉપર ઈષ્ટ વા અનિષ્ટ બુદ્ધિની કલ્પના કરવી તે વ્યર્થ છે, તેમજ કેઈને લાડુ ઈષ્ટ
For Private And Personal Use Only