________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
પરમાત્મ સ્થિતિને પ્રાપ્ત કરે છે. આત્માની પરમાત્મા દશા થવામાં અજ્ઞાન રાગ દ્વેષાદિક હરકત કરે છે. જ્યારે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઇને બાહ્ય પદાથામાં રાગ કે દ્વેષ કરતા નથી ત્યારે તે ઉચ્ચ ભાવનાના અધિકારી થાય છે, ભવ્ય પુરૂષોએ યાદ રાખવું કે, આત્માની અસલ સ્થિતિમાં ક્ષણે ક્ષણે બાહ્ય સંચેગા છતાં વતેવું તે કંઈ નાના ખાળકના ખેલ નથી. તે માટે વિશેષ પ્રયત્નની જરૂર છે. દુનિયામાં રહેતાં છતાં અને ખાવા પીવા વિગેરે અનેક કાર્ય કરતાં છતાં આત્માના મૂળ વભાવમાં સુરતા લગાડવાના અભ્યાસ પાડવા જોઇએ, જેમ કેાઇ શતાવધાની પુરૂષ થાય છે તે પ્રથમ એ ત્રણ વસ્તુઓનાં અવધાન કરે છે અને અભ્યાસ કરતાં કરતાં શત અવધાનને પણ કરી શકે છે, સહશ્રાવધાનને પણ કરી શકે છે. તેમ ભવ્યાત્માએ પ્રથમ દુનિયામાં આવશ્યક ખાવા પીવાનાં કાર્ય કરતી વખતે પણ તર સુરતા લગાડવી, કોઇ નિ’દક પુરૂષા નિદા કરે તે સમયે અંતરમાંને અંતરમાં સુરતા લગાડવી. પણ તે વખતે મનમાં ક્રોધાદિક અશુભ વિચાર કરવા નહીં, તેમજ કાઈ પ્રસગે કોઈ સ્ત્રીનું રૂપ દેખવામાં આવ્યું તે વખતે મનમાં કામના વિચાર કરવેશ નહીં. આત્મામાં સુરતા લગાડવી. જો કે પ્રથમ તા મહુ મહેનત પડશે, પણ અભ્યાસમાં કાળજી રાખવાથી આત્મામાં સુરતા લાગશે. તેમજ કાઈ પ્રસંગે અદેખાઈનાં કારણે મળી આવે તે પ્રસંગે આત્માનું સ્વરૂપ વિચારવું, આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવાથી અશુભ વિચારેના વેગ રોકાશે. તેથી અન ત આનંદના અંશ અનુભવમાં આવશે. માર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિચારાને શકવાને અભ્યાસ પાડવા જોઇએ. આત્માનું શુદ્ધ સ્વરૂપ જ્યારે મરવામાં આવે છે ત્યારે અશુભ વિચારેનુ જોર ચાલતું નથી. અને આત્મા પરમાત્મદશાની અંશે અંશે પ્રાપ્તિ કરે છે. ચતુર્થ ગુણસ્થાનકથી આત્મા પોતાના સ્વરૂપના બીજના ચંદ્રની પેઠે પ્રકાશ કરતા આગળ વધે છે, ઉપશમભાવ ક્ષર્ચાપશમ ભાવની પ્રાપ્તિ કરવી. તથા ક્ષાયિક ભાવની પ્રાપ્તિ કરવી, ઈત્યાદિ સર્વ પરમાત્માના ગુણા છે, શુદ્ધ નિશ્ચય
For Private And Personal Use Only