________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી પરમાત્મ જ્યોતિ:
-
વશતાની બેડી જ્ઞાનથી હું તેડી નાખું છું. આત્મશક્તિથી શું નથી બનતું. “આત્મશક્તિની આગળ તે દેવતા પાણું ભરે, ” આત્મશક્તિની આગળ દેવતાઓ પણ પાણી ભરે છે. દેવતાઓ સંયમ આદરી શકતા નળી. મનુષ્ય સંયમ આદરી શકે છે. દેવતાઓ શપબ્રેણિ પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્ય ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શકે છે, દેવતાઓ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્ય કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. દેવતાઓ દેવભવમાં મુક્તિ પામી શકતા નથી, મનુષ્ય મનુષ્યભવમાં મુક્તિ પામી શકે છે. મનુષ્ય જે ધારે તે કરી શકે છે. જ્યારે આમ છે ત્યારે આત્મશક્તિને ખીલવતાં પરવશપણું દુર જાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. આત્મા અજ્ઞાનગે બાવળીયાને બાઝેલા પુરૂષની પેઠે આચરણ કરે છે. એક પુરૂષ રાત્રીના સમયમાં વગડામાં ગયે. ત્યાં બાવળીયાનું હુંઠું દેખ્યું. તેને ભૂત માની લીધું. અને તેને ઝાલી રાખવા તેને બાઝી પડયે, અને બાઝીને બૂમ પાડવા લાગ્યો કે અરે લોકે દોડેરે દે, મને ભૂત પકડ છે. આસપાસના લેકે તેની બૂમ સાંભળી ભેળા થયા. પેલા મૂઢ પુરૂષને તેનું મૂઢપણું દેખીને કહેવા લાગ્યા કે અરે મૂઢ તે બાવળીયાને બાથ ભીડી છે. અને ફેગટ કેમ બૂમ પાડે છે. ત્યારે તે કહેવા લાગ્યું કે મને ભૂતે પકડે છે. તે માને છેડતું નથી, લેકે કહેવા લાગ્યા કે–તું જ તારા હાથ છેડતા નથી. એ દષ્ટાંતની પેઠે જીવ અનંત શકિતને સ્વામી છતાં પરવશપણું પિતે છેડતા નથી. પરવશપણું પિતે છે શકે તેમ છે. છતાં પિતે પરવશતામાં મુંઝાવાથી કરી સહજ સુખ પામી શકતો નથી. આત્મામાં અનંત સુખ છે પણ તે કર્મથી આરછાદિત થયું છે. જ્યારે કર્મરૂપ પરવશપણું ટળે છે. ત્યારે આત્મા સ્વવશ થઈને અનંત અનંત સુખ ભેગગે છે. સત્ય સ્વવશપણું ક્ષાયિકભાવે પરમાત્માને હોય છે. એવું સ્વવશ પણું સદાકાળ ઉપાસ્ય છે. આત્મા વીલ્લાસથી ધારે તે આવું સ્વવશપણું મેળવી શકે છે, માટે આત્મજ્ઞાનમાં મગ્ન થઈ એવું
For Private And Personal Use Only